આ કંપનીએ 13 એમપી સેલ્ફી કેમેરા સાથે માત્ર આટલી કિંમતમાં લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Technology
  • આ કંપનીએ 13 એમપી સેલ્ફી કેમેરા સાથે માત્ર આટલી કિંમતમાં લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન

આ કંપનીએ 13 એમપી સેલ્ફી કેમેરા સાથે માત્ર આટલી કિંમતમાં લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન

 | 10:46 am IST

ઈનફોકસે પોતાનો નવો સ્માર્ટફોન M535+ લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનની કિંમત 11,999 રૂપિયા રાખી છે. આ સ્માર્ટફોનની સૌથી મોટી ખાસિયત તે છે તેનો સેલ્ફી ફેસિંગ કેમેરો છે. કંપનીએ આ ફોનમાં 13 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમરો આપવામાં આવ્યો છે.

M535+ના ફિચર્સની વાત કરીએ તો તેમાં 5.5 ઈંચની ડિસ્પલે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુંશન 1080X1920 છે. પ્રોસેસરની વાત કરીએ તો 1.3 GHZ ઓક્ટાકોર મીડિયા ટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 3 જીબી રેમ આપવામાં આવી છે. ઈન્ટરનલ સ્ટોરેજ 16 છે, જેને માઈક્રોએસડી કાર્ડ દ્વારા 64 જીબી સુધી વધારી શકાય છે.

M535+ 6.0 માર્શમેલો પર ચાલે છે. આ ફોનમાં 13 એમપી રિયર અને 13 એમપી ફ્રન્ટ કેમેરો આપવામાં આવે છે. ક્નેક્ટિવિટીની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, યૂએસબી જેવા ફિચર આપવામાં આવ્યા છે. ફોનને પાવર આપવા માટે 2600mAhની બેટરી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન