આ કયા દેશના પ્રમુખ છે, જેઓ ફૂટપાથ પર બેસી કરે છે વાતો - Sandesh
  • Home
  • World
  • આ કયા દેશના પ્રમુખ છે, જેઓ ફૂટપાથ પર બેસી કરે છે વાતો

આ કયા દેશના પ્રમુખ છે, જેઓ ફૂટપાથ પર બેસી કરે છે વાતો

 | 10:00 am IST

યુગાન્ડાના પ્રમુખ યોવેરી મુસેવેનીનો કાફલો ઇસિન્જિરો જિલ્લામાંથી પસાર થઇ હ્યો હતો. રાષ્ટ્રપતિનો કાફલો કેટલો વિશાળ હોય છે તે સમજી શકાય એવી વાત છે. અચાનક તેમને શું સૂઝયું કે ગાડીઓ અટકાવી અને પોતે બહાર નીકળી પડ્યા હતાં.

પ્રમુખે રસ્તાની  એક બાજુએ ફોલ્ડિંગ ખુરસી નખાવી અને તેના પર બેસીને કોઇ ફોન-કોલ કરવા માંડ્યા હતાં. લગભગ અડધો કલાક  સુધી તેમનો ગુપ્ત કોલ ચાલતો રહ્યો હતો.  અલબત એટલું સારું હતું કે તેમણે પોતાને લીધે ટ્રાફિક અટકાવી દેવાની ના પાડી હતી.


 હવે દેશના પ્રમુખને આ રીતે ખુલ્લામાં બેસીને ફોન  કરતા જોઇને સ્વાભાવિક રીતે જ ત્યાંથી પસાર થતા લોકોને આશ્ચર્યમાં પડી ગયા હતાં.  ત્યાંથી પસાર થતા લોકોનું તેમણે હાથ ઉંચો કરીને અભિવાદન પણ ઝીલ્યું હતું. ગામલોકોએ પણ આ તક ઝડપી લઇને પ્રમુખને વીજળી સસ્તી કરવાની રજૂઆત કરી હતી.  જોકે એ પછી ઇન્ટરનેટ પર તેમની હાંસી ઉડાડવાનો તથા તેમના જેવા જ ફોટાપડાવવાનો ક્રેઝ ફાટી નીકળ્યો હતો.