આ કારણસર સિનિયર બચ્ચન જાતે કાર નથી ચલાવતા - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • આ કારણસર સિનિયર બચ્ચન જાતે કાર નથી ચલાવતા

આ કારણસર સિનિયર બચ્ચન જાતે કાર નથી ચલાવતા

 | 4:32 am IST
  • Share

 કૌન બનેગા કરોડપતિની 13મી સિઝનના સંચાલન દરમિયાન અમિતાભ બચ્ચન આજકાલ ભારે મૂડમાં લાગે છે. શૉ દરમિયાન તેઓ પોતાની અંગત લાઈફના અનેક રસપ્રદ કિસ્સા દર્શકો સાથે શૅર કરતા રહે છે. કેબીસીમાં હમણાં સ્ટુડન્ટ વીક ચાલી રહ્યું હતું. જેમાં લખનઉના 15 વર્ષના માનસ ગાયકવાડે બચ્ચનને કેટલાક મજેદાર સવાલો પૂછયા હતા. જેમાં તેણે સિનિયર બચ્ચનને પૂછયું હતું કે તેઓ તેમની લેન્ડરોવર કાર જાતે ડ્રાઈવ કરે છે કે તેમનો ડ્રાઈવર ચલાવે છે? જેના જવાબમાં સિનિયર બચ્ચને કહ્યું હતું કે, તેમની કાર ડ્રાઈવર જ ચલાવે છે, કેમ કે સેટ પર પહોંચતી વખતે ઘણો સમય લાગે છે અને રસ્તામાં જો ટ્રાફિક હોય તો લોકો કાર સામે આવીને ફોટા પાડવા લાગે છે. મને તે ગમે છે પણ તેના કારણે શૂટિંગ સ્થળે પહોંચવામાં મોડું થઈ જાય છે આથી હું કાર નથી ચલાવતો. માનસે બીજો સવાલ કર્યો કે તમને મુંબઈના રસ્તા યાદ રહે છે. જેમાં બચ્ચને કહ્યું હતું કે આ સરસ સવાલ છે અને મારે જણાવવું જોઈએ કે મને એક પણ રસ્તો યાદ નથી. રસ્તાનું નામ મને યાદ નથી રહેતું, પરંતુ એટલું ચોક્કસ યાદ હોય છે કે, એ રસ્તા પર કઈ દુકાન છે ક્યાંથી ટર્ન મારવાનો હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો