આ છોકરીનું નાક છે રુઠ્યું , એક મિનિટમાં છ છીંક, જાણો રોજ કેટલી - Sandesh
  • Home
  • World
  • આ છોકરીનું નાક છે રુઠ્યું , એક મિનિટમાં છ છીંક, જાણો રોજ કેટલી

આ છોકરીનું નાક છે રુઠ્યું , એક મિનિટમાં છ છીંક, જાણો રોજ કેટલી

 | 3:04 pm IST

કોઈ વ્યક્તિને દિવસમાં આઠ-દસ છીંક આવે તો તેમાં કોઈ નવાઈ પામવા જેવું નથી પણ ઈંગ્લેન્ડમાં રહેતી મૂળ ભારતીય કિશોરી ઈરા સક્સેનાને આખા દિવસમાં 8,૦૦૦ જેટલી છીંક આવે છે. તેની આ બિમારીનું કારણ શું છે અને તે કયા રોગનો ભોગ બની છે તે ડોકટરો પણ જાણી શક્યા નથી.

ત્રણ અઠવાડીયા પહેલા ઈરા એકદમ નોર્મલ હતી. તેને કોઈ જ બિમારી ન હતી. થોડા દિવસ પહેલા તે સવારે ઉઠી ત્યારે તેને એકાએક છીંક આવવા લાગી. ઈરાની માતા પ્રિયાને શરૃઆતમાં આ બધું સામાન્ય લાગ્યું પણ ઘણા સમય સુધી છીંકો ચાલુ રહી ત્યારે તેમને લાગ્યુ કે ઈરા કોઈ એલર્જીનો કે શરદીનો ભોગ બની હશે.

માતાએ ઈરાને કેટલીક દવાઓ આપી તેની કોઈ અસર થતી ન હતી. હવે તેને આખા દિવસમાં 8૦૦૦ જેટલી છીંક આવે છે. આમ એક મિનિટમાં છ વાર તેને છીંક આવે છે. ઈરા જાગે એટલે સતત તેની છીંક શરૂ થઈ જાય છે. સુતી વખતે પણ છીંકો તેનો કેડો મુકતી નથી. તે આને કારણે સ્કૂલે પણ જતી નથી. તેને ખાવા-પીવાની તકલીફ થઈ રહી છે. ઈરાને કયો રોગ થયો છે તે ડોકટરો પણ કહી શકે તેમ નથી.