આ મંત્રની એક માળા નિયમિત કરવાથી ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર - Sandesh
  • Home
  • Astrology
  • આ મંત્રની એક માળા નિયમિત કરવાથી ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર

આ મંત્રની એક માળા નિયમિત કરવાથી ગંભીર બીમારીઓ રહેશે તમારાથી દૂર

 | 5:16 pm IST

ગાયત્રીમંત્રનો મહિમા અપરંપાર છે. આ વાતથી સૌ કોઈ વાકેફ તો છે પરંતુ અપુરતા જ્ઞાનના કારણે તેનો પ્રયોગ કરતાં નથી. નાના બાળકોથી લઈ વૃદ્ધ સુધી સૌ કોઈને આ મંત્ર કંઠસ્થ હોય જ છે. પરંતુ તેમ છતાં આ મંત્રનો જાપ કરવાનું લોકો ચુકી જાય છે. આ મંત્રની એક માળા એટલે કે મંત્રના 108 જાપ તમારા ઘર, પરિવાર અને આવનારી પેઢીનું પણ તમામ પ્રકારની સમસ્યાઓથી રક્ષણ કરે છે. 

બ્રહ્માજીના પત્ની તરીકે માતા ગાયત્રીનું પુરાણોમાં વર્ણન છે. ગાયત્રી અને ગાયત્રીમંત્ર બંને એકબીજાના પર્યાય જેવા છે. પરંતુ આ વાત તમે કદાચ જાણતા નહીં હોય કે આ મંત્ર એટલો શક્તિશાળી છે કે જો નિયમિત ગાયત્રીમંત્રની એક માળા પણ કરવામાં આવે તો અનેક અસાધ્ય રોગ સામે પણ શરીરનું રક્ષણ થાય છે. શરીરમાં ક્યારેય ભયંકર રોગ પ્રવેશતા નથી.

દેવમાતા ગાયત્રી જગતની પ્રાણશક્તિ છે. તેમની ઉપાસના કરવાથી બુદ્ધિ, બળ, એશ્વર્ય, ઊર્જા, શાંતિ, વૈભવ, ઉત્સાહ અને કામનાપૂર્તિ કરનાર માનવામાં આવે છે. માતા ગાયત્રીનું નિયમિત ધ્યાન અને સ્મરણ ભૌતિક અને આધ્યાત્મિક સુખ પ્રદાન કરે છે.

ગાયત્રી ઉપાસનામાં પણ ગાયત્રી મંત્ર મુખ્ય છે. ભાગ્યે જ કોઈ એવું હશે કે જેને ગાયત્રીમંત્રની ખબર ન હોય. આ મંત્રના પ્રભાવને વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યો છે. જે ઘરમાં દરરોજ ગાયત્રીમંત્રની એક માળા થતી હોય, તે ઘરમાં રિધ્ધી-સિધ્ધીનો સ્થાયી નિવાસ રહે છે. જો ઘરમાં દરેક વ્યક્તિ ગાયત્રીમંત્રની એક માળા કરતી હોય તો તેમની સાત પેઢી તરી જાય છે. તે કુટુંબના બાળકો પણ તેજસ્વી હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન