આ મંદિરમાં 'માનવ સ્વરૃપે' બિરાજમાન છે ભગવાન શ્રીગણેશ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Shraddha
  • આ મંદિરમાં ‘માનવ સ્વરૃપે’ બિરાજમાન છે ભગવાન શ્રીગણેશ!

આ મંદિરમાં ‘માનવ સ્વરૃપે’ બિરાજમાન છે ભગવાન શ્રીગણેશ!

 | 12:30 am IST
  • Share

 ચોતરફ ગણેશોત્સવનો માહોલ છે. શ્રદ્ધાળુઓ ગણેશભક્તિમાં લીન છે. આમ તો આ મહારાષ્ટ્રનો તહેવાર છે, પણ હવે ગુજરાતીઓએ પણ તેને અપનાવી લીધો છે. ગણેશોત્સવના આ માહોલમાં ભક્તો ગણેશ મંદિરોમાં ઉમટી પડતાં હોય છે અને પૂજાઅર્ચના કરી ધન્યતા અનુભવતા હોય છે. કેટલાક શ્રદ્ધાળુઓ ભગવાનને સૂંઢ પર મોદકનો પ્રસાદ પણ ચઢાવતા હોય છે. સૂંઢ ભગવાન ગણેશની ઓળખ છે, પરંતુ ભારતમાં એક મંદિર એવું પણ છે જ્યાં ગજાનંદને સૂંઢ નથી! જી હા, પહેલી નજરે માન્યામાં ન આવે, પણ આ હકીકત છે. આવું મંદિર રાજસ્થાનના જયપુરમાં આવેલું છે. અહીં ગણેશજી તેમના બાળસ્વરૃપમાં બિરાજે છે અને તેમની પુરુષાકૃતિની પૂજા થાય છે. સેંકડો શ્રદ્ધાળુઓ દર અઠવાડિયે ભગવાન ગજાનંદનાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.

ગણપતિને પ્રથમ પૂજ્ય દેવ કહેવામાં આવે છે. તેમની પૂજા-અર્ચનાથી ઘરમાં તમામ પ્રકારનાં વિઘ્નો દૂર થઈ જાય છે એવી લોકોને શ્રદ્ધા છે. દેશભરમાં ગણેશજીનાં અનેક મંદિરો છે અને એ દરેકમાં સૂંઢ સાથે તેઓ બિરાજમાન છે, પરંતુ જયપુરનું આ મંદિર અનન્ય એટલા માટે છે કેમ કે અહીં તેમના બાળસ્વરૃપની પૂજા થાય છે અને તે સૂંઢ વિનાની છે.

અનોખું આ મંદિર રાજસ્થાનના જયપુરમાં આવેલું છે અને ગઢ ગણેશના નામે પ્રસિદ્ધ છે. શહેરની ઉત્તર દિશાએ અરવલ્લીના ઊંચા પહાડોમાં સ્થિત આ મંદિર મુગટ જેવું ભાસે છે. આ પ્રાચીન મંદિરમાં ગણપતિજી પુરુષ સ્વરૃપે બિરાજે છે જે તેને આગવી ઓળખ અપાવે છે. મંદિર ઘણું જૂનું છે અને ત્યાં સુધી પહોંચવા માટે પહાડ પર અંદાજે ૫૦૦ મીટરનું ચઢાણ ચડવું પડે છે. અહીંની પ્રસિદ્ધ ગેટોરની છત્રી સુધી ખાનગી વાહનમાં પહોંચ્યાં પછી મંદિર જવા માટેનું ચઢાણ શરૃ થાય છે. મંદિર એટલી ઊંચાઈ પર આવેલું છે કે તમે અહીંથી ગુલાબી નગરી જયપુરનો અદ્ભુત નજારો નિહાળી શકો છો. અહીંથી જયપુરનો ભવ્ય વ્યૂ જોવા મળે છે.  

આ મંદિરનું નિર્માણ જયપુરના સંસ્થાપક સવાઈ જયસિંહ બીજાએ કરાવ્યું હતું. એ સમયે તેમણે જયપુરમાં અશ્વમેધ યજ્ઞાનું આયોજન કર્યું હતું અને એ દરમિયાન તાંત્રિક વિધિ પ્રમાણે આ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અહીં મંદિરમાં બિરાજમાન ર્મૂિતનો ફોટો લેવાની મનાઈ છે. હાલ મંદિર જે પહાડ પર સ્થિત છે તેની તળેટીમાં જ તેના સ્થાપનાકાળમાં અશ્વમેધ યજ્ઞાનું આયોજન થયું હતું. અહીં પ્રસાદ ચડાવતી વખતે ગણેશ મંત્રનું ઉચ્ચારણ કરવામાં આવે છે જેથી ભગવાન સીધો તેને ગ્રહણ કરે છે તેવી માન્યતા છે. ગણેશ ચોથના બીજા દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે અને સ્થાનિકો ઉપરાંત આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ગણેશજીનાં દર્શન કરવા માટે ઉમટી પડે છે.

આ ગણેશ મંદિરનું નિર્માણ વિશેષ રીતે કરવામાં આવ્યું છે. જાણકારોના મતે પૂર્વ રાજ પરિવારના સભ્યો જે મહેલમાં રહે છે તેને ચંદ્ર મહેલ તરીકે ઓળખવામાં આવે છે. તે સિટી પેલેસનો એક ભાગ છે. આ ચંદ્ર મહેલના ઉપરના માળેથી આ મંદિરમાં સ્થાપિત ભગવાન ગણેશની ર્મૂિતનાં દર્શન થઈ શકે છે. તેની ડિઝાઈન એ રીતે જ કરવામાં આવી હતી કે રાજ પરિવાર દરરોજ સવારે ઊઠીને પહેલાં ગણપતિનાં દર્શન કરી શકે. કહેવાય છે કે, પૂર્વ રાજા મહારાજ ગોવિંદ દેવજી પોતાની દિનચર્યાની શરૃઆત આ મંદિરમાં સ્થાપિત ભગવાન ગણેશજીનાં દર્શનથી જ કરતા હતા. મંદિરમાં બે મોટાં ઉંદરો પણ છે, જેના કાનમાં ભાવિકો પોતાના મનની વાત કરે છે અને તેને ગણેશજી સુધી પહોંચાડવાની મીઠી અરજ પણ કરે છે.  જરટ્વિઙ્ઘઙ્ઘરટ્વજ્રજટ્વહઙ્ઘીજર.ર્ષ્ઠદ્બ

કેવી રીતે પહોંચશો?     

રોડ દ્વારા જયપુર ગુજરાત સાથે સારી રીતે જોડાયેલું છે. અમદાવાદથી જયપુર ૬૭૮ કિમી. ઔદૂર છે, અહીંથી કાર દ્વારા સરળતાથી પહોંચી શકાય છે. અમદાવાદના કાળુપુર રેલવે ઔજંક્શનથી રાજસ્થાન તરફ જતી ટ્રેન તમને અંદાજે ૯ કલાકમાં ત્યાં પહોંચાડી દેશે. ઔઅમદાવાદના સરદાર પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તમને જયપુર માટેની ફ્લાઈટ સરળતાથી મળી જશે જે તમને સવા કલાકમાં ત્યાં પહોંચાડી શકે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો