આ મહિલાએ શૌચાલય બનાવવા ગિરવે રાખ્યું મંગળસૂત્ર અને બની ગઇ.... - Sandesh
  • Home
  • India
  • આ મહિલાએ શૌચાલય બનાવવા ગિરવે રાખ્યું મંગળસૂત્ર અને બની ગઇ….

આ મહિલાએ શૌચાલય બનાવવા ગિરવે રાખ્યું મંગળસૂત્ર અને બની ગઇ….

 | 4:28 pm IST

બિહારના રોહતાસ જીલ્લાના બારકાના ગામમાં એક મહિલાએ પોતાના ઘરમાં શૌચાલય બનાવવા માટે પોતાનું મંગળસૂત્ર વહેંચી દીધું છે. તેના આ સાહસને જોતા તે વિસ્તારના સ્થાનીય જીલ્લા પ્રશાસને તેને સ્વચ્છતા કાર્યક્રમની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધી છે. સ્ત્રીઓનું નામ વધુ ઉજ્જવળ કરતી આ મહિલાનું નામ ફુલ કુમારી છે.

જ્યારે ફુલ કુમારીએ શૌચાલય બનાવવા માટે મંગળસૂત્ર વહેંચવાની વાત કરી તો ઘરવાળાઓએ તેનો ખૂબ જ વિરોધ કર્યો હતો પરંતુ તેણીએ પોતાનો નિર્ણય બદલ્યો  ન હતો.

ઉલ્લેખનીય છે કે, રોહતાસના જીલ્લા મેજિસ્ટ્રેટ અનીષ કુમાર પરાશર કેટલાક અન્ય અધિકારીઓને લઈને ફુલ કુમારીના ઘરે જશે. તેઓ કહે છે કે, ‘આ મહિલા આખા વિસ્તારમાં એક પ્રેરણારૂપ બની છે અને દસ દિવસોની અંદર તેમના ઘરે શૌચાલય બનાવી દેવામાં આવશે.