હવે તમે પણ આ રીતે ઘરે જ કરી શકો છો પાર્ટી - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Lifestyle
  • હવે તમે પણ આ રીતે ઘરે જ કરી શકો છો પાર્ટી

હવે તમે પણ આ રીતે ઘરે જ કરી શકો છો પાર્ટી

 | 12:32 pm IST

પબ અથવા ક્લબમાં જવાની જગ્યાએ હાઉસ પાર્ટીમાં વધારે મજા આવે છે. તેમાં તમે અને તમારા મિત્રો હોય છે તેમજ તમારી પસંદનું મ્યૂઝિક સાંભળી શકો છો. હાઉસ પાર્ટી બહુ રિફ્રરેશિંગ હોય છે અને તેનું આયોજન એવી રીતે કરવું જોઈએ કે બધા લોકો ટાઈમ સ્પેંડ કરી શકે. રોકિંગ હાઉસ માટેની કેટલીક ટિપ્સ છે.

1. મ્યૂઝિક :

પાર્ટીને સક્સેસફુલ બનાવવા માટે મ્યૂઝિક સૌથી ઈમ્પોર્ટંટ ફેકટર છે. જો લોકોને મ્યૂઝિક પસંદ આવશે તો તરત પાર્ટીમાં આવેલા લોકોનો મૂડ બની જશે. એટલા માટે તે ધ્યાન રાખવું કે અલગ અલગ કેટેગરીના તમારા પ્લેલિસ્ટમાં પર્યાપ્ત ગીતો હોય. તેનાથી તમને પાર્ટીમાં તમે તમારી ઈચ્છા અનુસાર પ્લેલિસ્ટ ચેન્જ કરી શકો છો. તેમજ સ્પીકર્સ સારી રીતે રાખવા જોઈએ.

2. મર્યાદિત લોકોને બોલાવા :

તમે જેને પાર્ટીમાં બોલાવા માંગો છો તેમનું ગેસ્ટ લિસ્ટ બનાવવું અને આ લિસ્ટને પોતાના ઘરની સ્પેસને ધ્યાનમાં રાખીને બનાવવું. જ્યાં બેસવાની કે ઉભા રહેવાની જગ્યા ના હોય તેવી પાર્ટી કોઈને પસંદ આવશે નહી. એટલા માટે મર્યાદિત લોકોને પાર્ટીમાં બોલાવવા જોઈએ.

3. પહેલાથી મેન્યૂ નક્કી કરવું :

તે વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમારા ગેસ્ટને અમુક ખાવાની વસ્તુની એલર્જી તો નથી. તેમજ જંક ફૂડની જગ્યાએ હેલ્ધી ફૂડ રાખવું જોઈએ.

4. પાર્ટીમાં કોકટેલ રાખવુ :

ભલે તમે તમારી પાર્ટીમાં કુકિંગ ના કરો પરંતુ ઘરે એક ફન કોકટેલ જરૂર બનાવો. સૌથી વધારે જે આલ્કોહલને લોકો પસંદ કરતા હોય તેને કોકટેલ તરીકે યૂઝ કરવો જોઈએ. પાર્ટી પહેલા એક-બે વખત આ ડ્રિંક ટ્રાય કરી લો. જો લોકોને તે પસંદ આવશે તો તે આ પાર્ટી તેમના માટે યાદગાર બની રહેશે.

5. કેટલીક ફન ગેમ્સની તૈયારી કરો :

સૌથી જરૂરી એ છે તે દરેક લોકો તમારી પાર્ટીને એન્જોય કરે. જો ગેમ્સ માટે પ્રોપ્સની જરૂર પડે તો પહેલાથી જ તેનો પ્લાન કરી લો. સાથે ગેમના વિનરને એક નાની ગીફ્ટ પણ આપવી. તેનાથી પાર્ટીમાં બધાને વધારે મજા આવશે. તમે ટ્રુથ એન્ડ ડેર, હાઉસી અથવા ડ્રિંકિંગ ગેમ્સ પણ રાખી શકો છો.