આ રીતે કરો ઘીનો ઉપયોગ, અને વધારો તમારા વાળની સુંદરતા - Sandesh
  • Home
  • Fashion & Beauty
  • આ રીતે કરો ઘીનો ઉપયોગ, અને વધારો તમારા વાળની સુંદરતા

આ રીતે કરો ઘીનો ઉપયોગ, અને વધારો તમારા વાળની સુંદરતા

 | 2:39 pm IST

ઘી ખાવાનો સ્વાદ વધારી દે છે તમે એવું સાંભળ્યું હશે અને અપનાવ્યું પણ હશે. પરંતુ ઘીનો ઉપયોગ કરીને તમે તમારા વાળની સુંદરતા પણ વધારી શકો છો. આર્યુવેદમાં પણ ઘીના આ ચમત્કારી ગુણોનો ઉપયોગ વધારે કરવામાં આવે છે.

– દેશી ઘીથી વાળમાં માલિશ કરવાથી વાળ જલ્દી વધે છે.

– જો તમારા વાળમાં ખોડો થઇ ગયો હોય તો વાળના મૂળમાં ઘી અને બદામના તેલની મસાજ કરવાથી જલ્દીથી તમને વાળમાં ખોડાથી છુટકારો મળે છે. તેમાં માથાની સ્કીન ડ્રાય રહેતી નથી.

– જો તમે વાળને મુલાયમ બનાવીને ગૂંચોથી મુક્ત કરવા ઇચ્છો છો તો તેનો ઉપયોગ જૈતૂનના તેલની સાથે કરવો પણ એક સારો વિકલ્પ છે.

– વાળ પોષણની ખામીથી બે મુખ વાળા થઇ રહ્યા છે તો ઘીનો મસાજ ઘણો ફાયદાકારક રહેશે.

– જો તમે લાંબા વાળ ઇચ્છો છો તો વાળમાં ઘીનો મસાજ કરો અને પછી તેમાં આંબળા અને ડુંગળીનો રસ મિક્સ કરીને લગાવો. 15 દિવસમાં એક વખત આવું કરવાથી વાળ લાંબા અને સુંદર બને છે.

– વાળને પ્રાકૃતિક ચમક આપવા માટે ઘીને થોડું નવશેકું કરો અને 20 મિનિટ સુધી મસાજ કર્યા પછી વાળમાં લીંબૂનો રસ લગાવો અને છોડી દો. 10 મિનિટ પછી તેને ધોઇ નાંખો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન