આ રેસ છોડીને હવે રિટાયર્ડ થઈ જવું જોઈએ - Sandesh
1.6M
1M
1.7M
APPS

આ રેસ છોડીને હવે રિટાયર્ડ થઈ જવું જોઈએ

 | 4:41 am IST
  • Share

સલીમ ખાને અમિતાભ બચ્ચનને બર્થડે પર સલાહ આપતા કહ્યું,

બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચને ૧૧ ઓક્ટોબરે તેમનો ૭૯મો જન્મદિવસ મનાવ્યો.આ દિવસે તેને ફેન્સ અને બોલિવૂડના તમામ સ્ટાર્સે પણ શુભેચ્છાએ પાઠવી હતી. એવામાં સલમાન ખાનના પિતા અને રાઇટર સલીમ ખાને પણ અમિતાભ બચ્ચનને બર્થડે વિશ કર્યું અને સાથે જ એવી વાત કરી કે જે બિગ બીના ફેન્સને નિરાશ કરી શકે છે. અમિતાભ બચ્ચનને બર્થડે વિશ કરતા સલીમ ખાને કહ્યું કે, હવે તેમણે કામમાંથી રિટાયર્મેન્ટ લઈ લેવંુ જોઈએ અને આરામ કરવો જોઈએ. એક ઇન્ટરવ્યૂમાં સલીમ ખાને કહ્યું કે, અમિતાભ બચ્ચને હવે રિટાયર્મેન્ટ લઈ લેવું જોઈએ. તેઓએ જીવનમાં જેટલું પણ અચીવ કરવું હતું તે કરી ચૂક્યા. હવે જીવનના કેટલાક વર્ષો તેઓએ તેમના માટે પણ રાખવા જોઈએ. અમિતાભ બચ્ચને કરિયરમાં ખૂબ સારો દેખાવ કર્યો છે હવે તેમણે પોતાની જાતને આ દોડમાંથી બહાર કાઢી લેવી જોઈએ. આરામ કરવો જોઈએ અને શાનદાર રિટાયરમેન્ટ લઈ લેવી જોઈએ. સલીમ ખાને આગળ કહ્યું, રિટાયરમેન્ટની સિસ્ટમ એટલા માટે બનાવવામાં આવી છે કારણ કે, લોકો પોતાની લાઇફનો થોડો સમય પોતાની રીતે વિતાવે અને મરજી મુજબ જિંદગીમાં આગળ વધે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો