આ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો, 20,000નો ફોન 10 હજાર રૂપિયામાં - Sandesh
  • Home
  • Technology
  • આ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો, 20,000નો ફોન 10 હજાર રૂપિયામાં

આ સ્માર્ટફોનની કિંમતમાં ધરખમ ઘટાડો, 20,000નો ફોન 10 હજાર રૂપિયામાં

 | 8:08 pm IST

જો તમે સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારી પાસે એક શાનદાર તક છે. ઓનલાઈન રિટેલર સાઈટ પેટીએમ પર HTC ડિઝાયર 626G ઉપર બમ્પર ઓફર મળી રહી  છે. આ સ્માર્ટફોન પર તમને 52 ટકા ડિસકાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. તમે આ મોબાઈલને 9,575 રૂપિયામાં ખરીદી શકો છો.

આ સ્માર્ટફોનની કિંમત બજારમાં 19,999 રૂપિયા છે. પહેલા પણ કંપની આ ફોનની કિંમતમાં બે વાર ઘટાડો કરી ચૂકી છે. આ સ્માર્ટફોનમાં 5 ઈંચની એચડી ડિસ્પલે સાથે 720/1280 રિઝોલ્યુશન પિક્સલ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં 1.7 GHz ઓક્ટોકોર મીડિયાટેક પ્રોસેસર આપવામાં આવ્યું છે, તેની સાથે 2જીબી રેમ આપવામાં આવી છે.

આ મોબાઈલમાં ઈન્ટરનલ મેમોરી 16 જીબી આપવામાં આવી છે, જેને એસડી કાર્ડ દ્વારા 32 જીબી સુધી વધારવામાં આવી શકે છે. આ સ્માર્ટફોન ઓએસ સિસ્ટમ પર કામ કરશે.

કેમેરાની વાત કરીએ તો આ સ્માર્ટફોનમાં 13 મેગાપિક્સલનો રિયર કેમેરો અને 5 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરો આપવામાં આવ્યો છે. આ ફોનમાં 2000mAhvr બેટરી આપવામાં આવી છે. ક્નેક્ટિવિટીની વાત કરીએ તો આ ડિવાઈસમાં 4G, 3G, બ્લૂટૂથ, વાઈ-ફાઈ, માઈક્રો-યૂએસબી જેવા ફિચર આપવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન