આ 20 વર્ષની યુવતી સતત 64 દિવસ ઊંઘે છે - Sandesh
  • Home
  • World
  • આ 20 વર્ષની યુવતી સતત 64 દિવસ ઊંઘે છે

આ 20 વર્ષની યુવતી સતત 64 દિવસ ઊંઘે છે

 | 3:31 pm IST

રામાયણમાં કુંભકરણની ઘટના વિશે બધા વાકેફ હશે, પરંતુ વાસ્તવિક જીવનમાં પણ એક છોકરી કુંભકરણની ઊંઘ માણે છે. ઊંધ્યા પછી તેની આંખ 64 દિવસ પછી ખુલે છે. 20 વર્ષની નિકલ Kleine-Levin Syndrome બીમારીથી પીડાય છે. આ બીમારીમાં દર્દી દિવસો સુધી ઊંઘે છે.

નિકલ છ વર્ષની હતી ત્યારે તે 22થી 64 દિવસે ઉઠતી હતી. પ્રારંભિક દિવસોમાં નિકલ ફક્ત 18 કલાક ઊંઘતી હતી. નિકલના 14માં જન્મ દિવસે મિત્રો અને સગાઓ તેને મળવા ગયા ત્યારે તે  લાંબી  ઊંઘમાં સુઈ ગઈ હતી.

નિકલ તેની બીમારીથી ભારે હેરાન-પરેશાન છે. તે કહે છે કે તેનાં દાદી તેની સૌથી વધારે નજીક હતાં. તે ઊંઘમાં હતી ત્યારે જ તેના દાદી મૃત્યુ પામ્યા હતાં. દાદીને અંતિમ વાર પણ જોવા ન મળતાં નિકલ ભારે દુખી થઈ ગઈ હતી. અહેવાલ મુજબ સમગ્ર વિશ્વમાં આ બીમારીથી પીડાતા ફકત એક હજાર લોકો છે.