'આ' 6 પ્રકારના નમુનાઓ બધાને જ ભટકાતા હોય છે પોતાના કોલેજ ટાઇમમાં... - Sandesh
  • Home
  • Lifestyle
  • ‘આ’ 6 પ્રકારના નમુનાઓ બધાને જ ભટકાતા હોય છે પોતાના કોલેજ ટાઇમમાં…

‘આ’ 6 પ્રકારના નમુનાઓ બધાને જ ભટકાતા હોય છે પોતાના કોલેજ ટાઇમમાં…

 | 3:26 pm IST

દરેક વ્યક્તિની લાઇફમાં કોલેજ એક મહત્વનો ભાગ ભજવતી હોય છે. આ સાથે કોલેજના મિત્રો અને તેમની સાથે જોડાયેલી વાતો પણ આપણને લાઇફટાઇમ યાદ રહી જતી હોય છે. ત્યારે આજે અમે તમારી સમક્ષ એવા છ ટાઇપના લોકોની વાત કરીશું કે, જે દરેકને પોતાના કાર્યકાળ દરમિયાન જોવા મળી હોય અને તમને મળતી પણ રહેશે.

1. મોટા ઘરના માણસ
મોટાભાગે કોલેજમાં જોવા મળતું હતું અને આજે પણ જોવા મળે છે કે પૈસાદાર ઘરના છોકરાઓ અને છોકરીઓ પોતાનો દબદબો દરેક જગ્યાએ બનાવી દે છે.

2. શિક્ષકોના પ્રિય
કોલેજમાં ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે, જે ભણવામાં ડબ્બો પણ હોય પણ શિક્ષકોની આગળ પાછળ ફરીને તેમના ફેવરિટ સ્ટુડન્ટ બની જાય.

3. ચોપડા પૂરતું જ્ઞાન
ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે, તમને તે દરેક પરીક્ષામાં નંબરો લાવવાની લાઇનમાં આગળ જ હોય પરંતુ તેમને બહારનું થોડુ પણ જ્ઞાન ન હોય. જો કે આવા પ્રકારના લોકોને આસપાસના લોકો સાથે કોઇ પણ પ્રકારનો લેવા દેવા હોતો નથી.

4. પોતાની જાતને હીરો માનનારા
કોલેજોમાં ઘણા લોકો પોતાની જાતને હીરો અથવા હીરોઇન સમજતા હોય છે. જો કે આવા લોકોથી પહેલાથી જ બચીને રહેવું તમારા માટે વધારે સારુ રહેશે.

5. ઉધાર માંગનારા લોકો
કોલેજમાં તમને એવા લોકો પણ જોવા મળશે કે, જે દરેક વખતે ઉધારના પૈસા માંગતા રહે છે અને પાછા આપવાનું થાય ત્યારે ગાયબ થઇ જતા હોય છે.

6. છોકરીઓનો પીછો કરનારા
કોલેજ ટાઇમમાં તમને આવા ટાઇપના છોકરાઓ તો જરૂરથી ભટકાશે કે, જે માત્ર છોકરીઓની પાછળ જ ફર્યા કરતા હોય અને એ ક્યાં અને કોની સાથે જાય છે તેની પણ તે ખબર રાખતા હોય.