ઇંગ્લિશ કાઉન્ટી : એક જ દિવસમાં ૨૫ વિકેટ પડી, દોઢ દિવસમાં મેચ પૂરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ઇંગ્લિશ કાઉન્ટી : એક જ દિવસમાં ૨૫ વિકેટ પડી, દોઢ દિવસમાં મેચ પૂરી

ઇંગ્લિશ કાઉન્ટી : એક જ દિવસમાં ૨૫ વિકેટ પડી, દોઢ દિવસમાં મેચ પૂરી

 | 1:05 am IST
  • Share

ઇંગ્લેન્ડની કાઉન્ટી ચેમ્પિયનશિપ ક્રિકેટમાં એક મુકાબલો માત્ર દોઢ દિવસમાં પૂરો થઇ ગયો હતો. બીજા દિવસની રમતના અડધા કલાકમાં જ મેચનું પરિણામ આવી ગયું હતું. એસેક્સ અને નોર્થમ્પટનશાયર વચ્ચેની મેચમાં આ બનાવ બન્યો હતો. એસેક્સની ટીમે એક ઇનિંગ અને ૪૪ રનથી વિજય હાંસલ કર્યો હતો. એસેક્સે પોતાની એકમાત્ર ઇનિંગમાં ૧૭૦ રન બનાવ્યા હોવા છતાં તે મેચ જીતવામાં સફળ રહી હતી. નોર્થમ્પ્ટનની ટીમે પ્રથમ દાવમાં ૮૧ તથા બીજા દાવમાં માત્ર ૪૫ રન બનાવ્યા હતા. એસેક્સ તરફથી પેસ બોલર સેમ કૂકે કુલ ૪૧ રન આપીને ૧૦ વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસે જ નોર્થમ્પ્ટન અને એસેક્સનો પ્રથમ દાવ સમેટાઇ ગયો હતો અને દિવસના અંતે નોર્થમ્પટને બીજા દાવની પણ પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. એસેક્સ પ્રથમ દાવના આધારે ૮૯ રનની લીડ મેળવી હતી. સુકાની ડેન લોરેન્સે ૩૩ તથા વિકેટકીપર એડમ વ્હિટરે ૩૪ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો