ઇંટવાડા પાસે કારમાંથી ૩૨ હજારનો દારૃ ઝડપાયો ઃ બેની ધરપકડ કરાઈ - Sandesh
  • Home
  • Baroda
  • ઇંટવાડા પાસે કારમાંથી ૩૨ હજારનો દારૃ ઝડપાયો ઃ બેની ધરપકડ કરાઈ

ઇંટવાડા પાસે કારમાંથી ૩૨ હજારનો દારૃ ઝડપાયો ઃ બેની ધરપકડ કરાઈ

 | 3:18 am IST

પોલીસે કુલ ૨.૮૭ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઝડપાયેલો દારૃ ઝોઝથી પાવી જેતપુર તરફ જતો હતો

ા પાવીજેતપુર ા

પાવી જેતપુર પોલીસ દ્વારા બાતમી આધારે ઇંટવાડા સ્મશાન પાસે નાકાબંધી કરાઇ હતી. જે અંતર્ગત ઝોઝ તરફથી વિદેશી દારૃ ભરી પાવી જેતપુર તરફ ઇકો ગાડીમાં લઇ જવાતા રૃા.૩૨૦૦૦ના વિદેશી દારૃ સાથે બે આરોપીઓની પકડી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગઇકાલે પાવી જેતપુર પોલીસ નાસતા ફરતા આરોપીઓેને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી ત્યારે પાવી જેતપુરના પીએસઆઇ ભરવાડને એક સફેદ ઇકો ગાડીમાં વિદેશી દારૃ ખેપિયાઓ પાવી જેતપુરના ઇંટવાડા પાસેથી પસાર થવાના છે. જેને લઇને વોચ ગોઠવી હતી.

ઇંટવાડા નજીક સ્મશાન પાસે નાકાબંધી કરી હતી. તે સમયે સફેદ કલરની ઇકો સ્ટાર ગાડી જીજે ૦૬ એચએસ ૮૨૩૬ આવી હતી. જેની તલાસી લેતા તેમાંથી પર પ્રાંતીય વિદેશી દારૃ કિંગ વ્હીસ્કી બીયર બોટલ નંગ ૮૪ કિંમત ૩૨,૩૪૦ નો વિદેશી દારૃ તથા ઇકો ગાડી મળી કુલ રૃ. ૨,૮૭,૮૪૦ના મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો હતો.આ ઉપરાંત બે આરોપીઓ અમીતભાઇ મહેન્દ્રભાઇ વસાવા રહે. કંડારી તા. કરજણ અને રાહુલભાઇ રમણભાઇ પટેલ રહે. કલ્યાણબાગ સોસાયટી, માંજલપુર, વડોદરાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પોલીસે બાતમી આધારે સ્મશાન પાસે નાકાબંધી કરી દારૃ ઝડપ્યો હતો.

;