ઇટાલિયન લીગમાં ઇન્ટર મિલાનનું અજેય અભિયાન જારી રહ્યું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • ઇટાલિયન લીગમાં ઇન્ટર મિલાનનું અજેય અભિયાન જારી રહ્યું

ઇટાલિયન લીગમાં ઇન્ટર મિલાનનું અજેય અભિયાન જારી રહ્યું

 | 1:05 am IST
  • Share

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇન્ટર મિલાને ફિયોરેનટિનાને ૩-૧થી હરાવીને ઇટાલિયન ફૂટબોલ લીગ સિરી-એમાં પોતાના વિજયી અભિયાનને જારી રાખીને ફરીથી ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતું. ત્રણ દિવસ પહેલાં બોલોગ્ના સામે ૬-૧થી હાર્યા બાદ ઇન્ટર મિલાને શરૃઆતમાં પાછળ રહ્યા બાદ વળતો પ્રહાર કર્યો હતો. ફિયોરેનટિનોએ રિકાર્ડો સોટિલે ૨૩મી મિનિટે કરેલા ગોલ વડે હાફ ટાઇમ સુધી લીડ જાળવી રાખી હતી. મિલાન તરફથી માતિયો ડારમિયાન, એડિન જેકો અને ઇવાન પેરિસિચે ગોલ કર્યા હતા. ઇન્ટર મિલાને પાંચ મેચમાં ચોથા વિજય મેળવ્યો છે અને તેના ૧૩ પોઇન્ટ થયા છે જે નેપોલી કરતાં એક વધારે છે. અન્ય મેચમાં એટલાન્ટાએ સાસુઓલોને ૨-૧થી હરાવી હતી. બોલોગ્ના અને જેનોઆ વચ્ચેની મેચ ૨-૨થી ડ્રો રહી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો