RBIનો શ્રેઈ ઇન્ફ્રાના ઓડિટર હરિભક્તિ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • RBIનો શ્રેઈ ઇન્ફ્રાના ઓડિટર હરિભક્તિ

RBIનો શ્રેઈ ઇન્ફ્રાના ઓડિટર હરિભક્તિ

 | 4:04 am IST
  • Share

  • RBIએ 4 ઓક્ટોબરે જૂથની બે કંપનીઓ શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફઈનાન્સને ગવર્નન્સના મુદ્દાઓ તથા પેમેન્ટમાં નાદારી બદલ સુપરસીડ કર્યાં હતાં
  • એન્ડ કો. પર બે વર્ષ માટે પ્રતિબંધ
  • આ પ્રકારની પ્રથમ ઘટના, 1 એપ્રિલ 2022થી બે વર્ષ માટે અમલ થશે,  2021-22ની ઓડિટ કામગીરી પર અસર નહીં થાય

 

બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ્ ઈન્ડિયાએ મંગળવારે ઓડિટ ર્ફ્મ હરિભક્તિ એન્ડ કો. પર કોઈપણ બેંકિંગ અને નોન-બેંકિંગ ફઈનાન્સિયલ કંપનીઝ(એનબીએફ્સી)ના ઓડિટીંગ પર પ્રતિબંધ લગાવ્યો છે. કંપની આરબીઆઈની માર્ગર્દિશકાઓના પાલનમાં નિષ્ફ્ળ જવાથી સેન્ટ્રલ બેંકે 1 એપ્રિલ 2022થી અમલમાં આવે તે રીતે આ પ્રતિબંધ લાગુ પાડયો છે.

હરિભક્તિએ તાજેતરમાં પેમેન્ટ્સમાં નાદાર બનેલી શેરબજાર પર લિસ્ટેડ કંપની શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નાણા વર્ષ 2019-20ના ઓડિટર તરીકેની કામગીરી બજાવી હતી. આરબીઆઈએ 4 ઓક્ટોબરે જૂથની બે કંપનીઓ શ્રેઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શ્રેઈ ઈક્વિપમેન્ટ ફઈનાન્સને ગવર્નન્સના મુદ્દાઓ તથા પેમેન્ટમાં નાદારી બદલ સુપરસીડ કર્યાં હતાં. આરબીઆઈએ તેની વેબસાઈટ પર જણાવ્યું હતું કે ઓડિટર આરબીઆઈએ જાહેર કરેલી ચોક્કસ માર્ગર્દિશકાઓના પાલનમાં નિષ્ફ્ળ રહેતાં તેની સામે પગલું ભરવામાં આવ્યું છે. હરિભક્તિ જાહેર ક્ષેત્રની બેંક્સ સહિત અગ્રણી બેંકિંગ કંપનીઓ માટે નિયમિત ઓડિટર તરીકેની કામગીરી બજાવે છે. જેના પર આરબીઆઈ એક્ટની સેક્શન 45એમએએ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વર્તુળોના જણાવ્યા મુજબ આ એક્ટ હેઠળ ઓડિટર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાની પ્રથમ ઘટના ઘટી છે. જો એનબીએફ્સી ઓડિટર આરબીઆઈ એક્ટની 45એમએનું પાલન ના કરે તો તેની સામે 45એએએ હેઠળ પગલાંની જોગવાઈ છે. 45એમએ એનબીએફ્સી ઓડિટરની જવાબદારીઓ દર્શાવે છે. જે મુજબ એનબીએફ્સીના ઓડિટરની તે જે કંપનીનું ઓડિટ કરી રહ્યો છે તેણે તેની આરબીઆઈ સમક્ષ તેની ડિપોઝિટ્સ, એસેટ્સ, લાયેબિલિટીઝ, પ્રોફ્ટિ એન્ડ લોસ એકાઉન્ટ વગેરેની તમામ વિગતો રજૂ કરી છે કે નહિ તે જાણવાની જવાબદારી રહેલી છે. આરબીઆઈના કોમ્યુનિકેશન્સ પરથી એવું જણાય છે કે હરિભક્તિ આ જવાબદારીના પાલનમાં નિષ્ફ્ળ રહી હતી. જેને કારણે તેણે બે વર્ષ માટે પ્રતિબંધનો સામનો કરવાનું બન્યું છે. જોકે આરબીઆઈએ જણાવ્યું છે કે આ પગલાંની હરિભક્તિના 2021-22 માટેની ઓડિટિંગ કામગીરી પર કોઈ અસર નહિ પડે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો