ઇર્મિંજગ માર્કેટ્સ માટે ફંડની ફાળવણી ઔ૨૨ મહિનાની ટોચે - Sandesh
  • Home
  • Business
  • ઇર્મિંજગ માર્કેટ્સ માટે ફંડની ફાળવણી ઔ૨૨ મહિનાની ટોચે

ઇર્મિંજગ માર્કેટ્સ માટે ફંડની ફાળવણી ઔ૨૨ મહિનાની ટોચે

 | 3:33 am IST

મુંબઈ, તા. ૨૧  

બ્રેક્ઝિટ તેમજ અન્ય વૈશ્વિક પરિબળોને પગલે વૈશ્વિક ફન્ડ મેનેજર્સનું અમેરિકા અને યુરોપની માર્કેટ્સમાં રોકાણ ઘટી રહ્યું છે. ફન્ડ મેનેજર્સ હવે ઇર્મિંજગ માર્કેટસ પર ફોકસ કરી રહ્યા છે. જોકે વર્તમાન વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લઈને ફન્ડ મેનેજર્સ નવું રોકાણ કરવાના મુડમાં નથી. તેઓ અત્યારે રોકડનું પ્રમાણ વધારી રહ્યા છે.  

બેન્ક ઓફ અમેરિકા મેરિલ લિન્ચે કરેલા સર્વે મુજબ કેશ હોલ્ડીંગ વધીને ૫.૮૦ ટકાના સ્તરે પહોંચ્યું છે. જે નવેમ્બર ૨૦૦૧ પછી સૌથી વધારે છે.  

અત્યારે શેરના ભાવ વધવાનું કારણ એ છે કે ૭૦ ટકા ફન્ડ મેનેજર્સનું માનવું છે કે બેન્ક ઓફ જાપાન મોનેટરીંગ ઇઝિંગમાં વધારો કરશે. ૩૯ ટકા ફન્ડ મેનેજર્સની અપેક્ષા છે કે અગ્રણી સેન્ટ્રલ બેન્ક આગામી ૧૨ મહિનામાં હેલિકોપ્ટર મનીની પોલિસી જાહેર કરશે.  

બ્રેક્ઝિટને કારણે એસેટ એલોકેશનમાં નાટયાત્મક ફેરફાર જોવા મળ્યો છે. યુરોઝોનના બદલે હવે ફન્ડની ફાળળણી અમેરિકા તેમ જ ઇર્મિંજગ માર્કેટસની ઇક્વિટી માર્કેટ માટે કરવામાં આવી રહી છે.

ઇર્મિંજગ માર્કેટસ માટે ફન્ડની ફાળવણી ૨૨ મહિનાના ઊંચા લેવલે પહોંચી છે મેથી જુલાઈ દરમિયાન એલોકેશનમાં વધારો થયો છે. મેમાં ઇર્મિંજગ માર્કેટસ માટેની ફાળવણી બે ટકા, જૂનમાં ૬ ટકા અને જુલાઈમાં ૧૦ ટકા થઈ છે.  જે વૈશ્વિક અર્થતંત્રના હાલના અસ્થિર માહોલમાં સારી બાબત ગણી શકાય છે.