ઈન્ટર સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં મને ફોન પણ લઇ જવા દીધો ન હતો : કેજરીવાલનો આરોપ - Sandesh
  • Home
  • India
  • ઈન્ટર સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં મને ફોન પણ લઇ જવા દીધો ન હતો : કેજરીવાલનો આરોપ

ઈન્ટર સ્ટેટ કાઉન્સિલની બેઠકમાં મને ફોન પણ લઇ જવા દીધો ન હતો : કેજરીવાલનો આરોપ

 | 7:14 pm IST

કેન્દ્ર સરકાર અને રાજયના મુખ્યમંત્રીની 16 જૂલાઇએ યોજાયેલી આંતર રાજ્ય કાઉન્સીલ મીટીંગના, ત્રણ દિવસ પછી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે, તેમને મીટીંગમાં પોતાનો ફોન લઇ જવાની મંજૂરી આપવામાં આવી ન હતી. મુખ્યમંત્રીના કહેવા અનુસાર તેમને પોતાનો ફોન મીટીંગની જગ્યાથી બહાર રાખવાનું કહેવામાં આવ્યું હતું.અત્રે નોંધનીય છે કે 10 વર્ષના અંતર પછી 16 જુલાઇએ મુખ્યમંત્રીઓ અને કેન્દ્ર વચ્ચેની મીટીંગ યોજવામાં આવી હતી. મીટીંગના પ્રમુખપદે વડાપ્રધાન મોદી હાજર રહ્યા હતાં.
  
આ બેઠક પછી કેજરીવાલે મંગળવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમુક મુખ્યમંત્રીઓ, જેમ કે મને અને મમતા બેનર્જીને પોતાનો મોબાઇલ બહાર રાખવા જણાવાયું હતું. મમતાજીએ આ વાતનો વિરોધ કરીને કહ્યું હતું કે જો તે પોતાનો ફોન બહાર રાખે અને બંગાળમાં કોઇ ઇમરજન્સી આવી પડે તો તેમને કઇ રીતે જાણ થાય? ત્યારબાદ મમતાજીને છુટ આપવામાં આવી પરંતુ મને ફોન લઇને જવા દેવામાં ન આવ્યો.


વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન કેજરીવાલે હાથ જોડીને અભિવાદન કર્યું તો વડાપ્રધાને પણ પોતાનો હાથ આગળ વધાર્યો હતો. બંનેએ મુશ્કેલીથી માત્ર બે સેકન્ડ માટે હાથ મિલાવ્યો હતા. ત્યારબાદ વડાપ્રધાન મોદી વાત કર્યા વગર જ બીજીબાજુ ફરી ગયા. કેજરીવાલ સાથે મોદી માત્ર ઔપચારિકતા નિભાવતા હોય તેવુ નજરમાં આવ્યું હતું. આ સમય દરમિયાન પણ વડાપ્રધાન મોદી નીતીશકુમાર અને રાજનાથસિંહની તરફ ધ્યાન આપતા હોય તેવુ લાગ્યુ હતું.

હાલમાં અરવિંદ કેજરીવાલે પોતાના ખડગપુરના મિત્રની બુક “એન્ડ ધ આમ આદમી પાર્ટી, એન ઇનસાઇડ લુક”ના વિમોચન પ્રસંગે આ આરોપ લગાવ્યો હતો. વધુમાં કેજરીવાલે કહ્યુ હતુ કે, તેમણે મમતાજીના ભાષણને વચ્ચેથી જ અટકાવી દીધુ હતુ અને મારા ભાષણમાં વચ્ચે વચ્ચે ઘણીવાર વિક્ષેપો નાખ્યા. જો તમે (મોદી) વિપક્ષનો અવાજ સાંભળવા જ નથી માંગતા તો અમને બોલાવવા જ ન જોઇએ.