ઈન્ડિયન કંપની લાવાએ લોન્ચ કર્યા ઓછી કિંમતના બે શાનદાર સ્માર્ટફોન - Sandesh
  • Home
  • Technology
  • ઈન્ડિયન કંપની લાવાએ લોન્ચ કર્યા ઓછી કિંમતના બે શાનદાર સ્માર્ટફોન

ઈન્ડિયન કંપની લાવાએ લોન્ચ કર્યા ઓછી કિંમતના બે શાનદાર સ્માર્ટફોન

 | 1:02 pm IST

સ્માર્ટફોન બનાવનાર ભારતીય કંપની લાવાએ બે નવા એન્ડ્રોયડ મોબાઈલ લોન્ચ કર્યા છે. X17 અને X50 નામના આ સ્માર્ટફોન ઓછી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનની ડિઝાઈન આકર્ષક છે અને કિંમતના હિસાબથી ફિચર્સ પણ સારા છે.

લાવા X17
લાવા એક્સ 17 સ્માર્ટફોનમાં એન્ડ્રોય 6.0 માર્શમેલો પર ચાલે છે. તેમાં 5 ઈંચની એચડી ડિસ્પલે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 720/1280 પિક્સલ છે. આ મોબાઈલમાં 1.3 જીએચઝેડ ક્વોડકોર પ્રોસેસર સાથે 1જીબીની રેમ આપવામાં આવી છે. આની ઈન્ટરનલ મેમોરી 8 જીબી અને 32 જીબી સુધી માઈક્રોએસડી કાર્ડ લગાવી શકાય છે. X17માં 8 મેગાપિક્સલ ઓટોફોક્સ રિયર કેમેરો આપવામાં આવ્યો છે, તેની સાથે એલઈડી ફ્લેશ પણ આપવામાં આવી છે. ફ્રંટ કેમેરો 5 મેગાપિક્સલ છે અને તેની સાથે ડ્યૂએલ એલઈડી ફ્લેશ આપવામાં આવી છે. જે આ ફોનની સૌથી મોટી ખાસિયત ગણી શકાય.

X17માં ક્નેક્ટિવિટી માટે 4જી/3જી, વાઈ-ફાઈ,બ્લૂટૂથ, જીપીએસ અને માઈક્રો-યૂએસબી સપોર્ટ કરે છે. આમાં એક્સલરોમીટરસ એન્લિયન્ટ લાઈટ સેન્સર અને પ્રોક્સિમિટી સેન્સર પણ આપવામાં આવ્યા છે. આ સ્માર્ટફોનમાં 2350 એમએએચની બેટરી આપવામાં આવી છે. કંપનીએ આ સ્માર્ટફોનની કિંમત 6,899 રૂપિયા રાખી છે.

લાવા X50
લાવા એક્સ 50 સ્માર્ટફોન 5.1 લોલિપોપ વર્ઝન પર ચાલે છે. કંપનીનું કહેવું છે કે આ મોબાઈલ માટે અન્ડ્રોયડ 6.0 માર્શમેલોનું અપડેટ પણ આવશે. આ મોબાઈલમાં 5.5 ઈંચની એચડી IPS ડિસ્પલે આપવામાં આવી છે. જેનું રિઝોલ્યુશન 720/1280 પિક્સલ છે. લાવા એક્સ 50માં 1.3 GHz ક્વોડકોર પ્રોસેસર સાથે 2જીબી રેમ આપવામાં આવી છે. ઈન્ટરનલ મેમોરી 8 જીબી આપવામાં આવી છે,જેમાં 32 જીબી સુધી મેમોરી વધારી શકાય છે.

આ સ્માર્ટફોનમાં 8 મેગાપિક્સલ કેમરો અને સેલ્ફી 5 એમપી કેમરો આપવામાં આવ્યો છે. બંને કેમેરા સાથે એલઈડી ફ્લેશ આપવામાં આવી છે. આ મોબાઈલમાં 2800 mAhની બેટરી આપવામાં આવી છે. આ મોબાઈલમાં બંને કાર્ડમાં 4જી સપોર્ટ કરે છે. તે ઉપરાંત 3જી, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને માઈક્રો-યૂએસબી સ્પોર્ટ કરે છે. આ કંપનીએ આ મોબાઈલને 8,699 રૂપિયામાં લોન્ચ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન