ઈન્વેસ્કોએ ઝી-સોની ડીલને અટકાવવાના આક્ષેપોને નકાર્યાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઈન્વેસ્કોએ ઝી-સોની ડીલને અટકાવવાના આક્ષેપોને નકાર્યાં

ઈન્વેસ્કોએ ઝી-સોની ડીલને અટકાવવાના આક્ષેપોને નકાર્યાં

 | 4:55 am IST
  • Share

વિવાદમાં ઘસડવા માટે રિલાયન્સે ખેદ વ્યક્ત કર્યો


ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસમાં સૌથી મોટા શેરધારક ઈન્વેસ્કોએ બુધવારે મિડિયા કંપનીએ તેના સોની ઈન્ડિયા સાથેના પ્રસ્તાવિત મર્જરને લઈને કરેલા આક્ષેપોનો ઈન્કાર કર્યો હતો. તેણે ઝીના આક્ષેપોને તર્કહિન ગણાવ્યાં હતાં. અગાઉ મંગળવારે ઝી લિએ એક આક્ષેપમાં જણાવ્યું હતું કે ઈન્વેસ્કોએ ફેબ્રુઆરીમાં એક મોટા ભારતીય ઔદ્યોગિક ગ્રૂપના ભાગરૂપ એવી હરિફ કંપની તરફ્થી મર્જરનો પ્રસ્તાવ લઈને કંપનીના એમડી અને સીઈઓ પુનિત ગોએન્કાનો સંપર્ક કર્યો હતો. જેને સ્વીકારવામાં આવ્યો હોત તો કંપનીના શેરધારકોને રૂ. 10 હજાર કરોડનું નુકસાન ભોગવવાનું થયું હોત.

જેના લેખિત ઉત્તરમાં ઈન્વેસ્કોએ જણાવ્યું હતું કે ઝી દ્વારા 12 ઓક્ટોબર 2021ના કોમ્યુનિકેશન્સમાં સ્ટ્રેટેજિક ગ્રૂપ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે રિલાયન્સ જૂથ સાથેનું પ્રસ્તાવિત મર્જર રિલાયન્સ અને મિ. ગોએન્કા તથા ઝીના પ્રમોટર ફેમિલી દ્વારા ચર્ચવામાં આવ્યું હતું. ઝીના સૌથી મોટા રોકાણકાર તરીકે ઈન્વેસ્કોની ભૂમિકા સંભવ ડિલ માટે માત્ર ફેસિલિટેટરથી વધારેની નહોતી. ઝીએ કરેલા આક્ષેપોને અમે સંપૂર્ણપણે વખોડીએ છીએ એમ તેણે ઉમેર્યું હતું.  દરમિયાનમાં રિલાયન્સે આ વિવાદમાં તેમને ઘસડવા માટે ખેદ વ્યક્ત કર્યો છે. રિલાયન્સે કહ્યું કે અમારે ચોક્કસ વાત થઈ હતી પણ કિંમતના મુદ્દે મતભેદ સર્જાતા આગળ કાર્યવાહી થઈ શકી નહોતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો