ઈમ્પિરીયલના રૂમ પછી હવે રસોડામાં તપાસ : વાસી પૂરણ પોળી મળતા નોટિસ - Sandesh
  • Home
  • Newspaper
  • ઈમ્પિરીયલના રૂમ પછી હવે રસોડામાં તપાસ : વાસી પૂરણ પોળી મળતા નોટિસ

ઈમ્પિરીયલના રૂમ પછી હવે રસોડામાં તપાસ : વાસી પૂરણ પોળી મળતા નોટિસ

 | 5:14 am IST
  • Share

  • ન્યૂડ ડાન્સ અને જૂગાર બાદ હવે ફુડ શાખાના દરોડા
  • ફુડ શાખા તપાસમાં ગઈ ત્યારે ડસ્ટબિનો હતી ખુલ્લી, માખીઓ બણબણતી હતી
  • પિઝાના રોટલાપણ વાસી હોવાની આશંકા, તૈયાર સામગ્રી ઉપર સમય અને તારીખનો અભાવ, નોટિસ ફટકારાઈ

। રાજકોટ । રાજકોટના યાજ્ઞીક રોડ ઉપર આવેલી સ્ટાર કેટેગરીની ઈમ્પિરીયલ હોટલ વિવાદનું ઘર બની ગઈ છે. થોડા સમય પહેલા હોટલમાં નગ્ન નાચનો મામલો સામે આવ્યો હતો. જેનો ઢાંકપિછેડો થાય તે પહેલા હોટલમાં જૂગાર રમાડાતો હોવાનો પર્દાફાશ થયો હતો. જેની તપાસ ચાલી રહી છે ત્યારે આજે મહાપાલિકાએ ઈમ્પિરીયલના કિચન અને રેસ્ટોરંટમાં તપાસ કરતા વાસી સામગ્રી પિરસાતી હોવાનો પર્દાફાશ થયો હતો.
મનપાની ટીમો ૧૦ વાગે વન વિક વન વોર્ડ ઝૂંબેશમાં આજે જિલ્લા પંચાયતથી યાજ્ઞીક રોડની તપાસ માટે નિકળ્યું હતું ત્યારે ઈમ્પિરીયલમા ફુડ શાખા પહોંચી હતી અને રેસ્ટોરંન્ટમાં પ્રવેશ બાદ તેમને જે જોવા મળ્યું તે સ્ટાર કેટેગરીની હોટલને છાજે તેવું ન હોવાનું એક ફુડ અધિકારીએ જણાવ્યું હતું. કિચનમાં માખીઓ બણબણતી ડસ્ટબિનો પડી હતી. હોટલે કચરો અને એંઠવાડ નાખવાની ડસ્ટબિન પેક રાખવાની હોય છે પણ ઈમ્પિરીયલમાં તે ખુલ્લી પડી હતી. રાંધેલી પુરણપોળીનો ઢગલો પડયો હતો તે વાસી જણાતી હતી. જેનો નાસ કરાયો હતો. આવી જ રીતે અન્ય પ્રિપેર્ડ સામગ્રી બનેલી હતી જેની ઉપર નિયમો પ્રમાણે ટેગ રાખવામા આવ્યું ન હતુ.ં
ફ્ૂડ વિભાગ દ્વારા જણાવાયું હતું કે, તા.૨૫/૧૧ ના ઇમ્પિરીયલ હોટલ, યાજ્ઞિક રોડ ખાતે પુરણપુરી તેમજ પીઝા બેઇઝ ૩ કિ.ગ્રા. નાશ કરવામાં આવેલ હતો. તેમજ ભોયતળીયાની સફઇ, ડસ્ટબીન કવર રાખવા, બિનજરૂરી પેકેજીંગ મટીરીયલ્સ તેમજ પ્રિપેર્ડ ફ્ુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટીસ આપેલ તેમજ ટોમેટો રેસ્ટોરન્ટ, યાજ્ઞિક રોડ ખાતે વાસી ગ્રેવી ૩ કિ.ગ્રા., બોઇલ્ડ નુડલ્સ ૧ કિ.ગ્રા., બોઇલ્ડ રાઇસ ૨ કિ.ગ્રા. નાશ કરેલ તથા હાઇજીન બાબતે તેમજ પ્રિપેર્ડ ફ્ુડ ના પ્રિઝર્વેશનમાં તારીખનું ટેગીગ કરેલ ન હોવા બાબતે નોટીસ આપેલ અને હોટલ બીઝ, યાજ્ઞિક રોડ ખાતે ચકાસણી કરી હાઇજીનીક કન્ડીશન બાબતે નોટીસ આપેલ હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો