ઈરફાન ખાન મળ્યો કેજરીવાલને.. મળવાની બાબતે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ આપ્યો કાંઈક આમ જવાબ - Sandesh
  • Home
  • Entertainment
  • ઈરફાન ખાન મળ્યો કેજરીવાલને.. મળવાની બાબતે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ આપ્યો કાંઈક આમ જવાબ

ઈરફાન ખાન મળ્યો કેજરીવાલને.. મળવાની બાબતે રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદીએ આપ્યો કાંઈક આમ જવાબ

 | 3:35 pm IST

અભિનેતા ઈરફાન ખાને દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલની મંગળવાર રોજ મુલાકાત લીધી હતી. આ અગાઉ ઈરફાને ટ્વિટર દ્વારા તેમને મળવાની ઈચ્છા દર્શાવી હતી અને લખ્યું હતું કે, ‘દેશનો એક સામાન્ય નાગરિક છુ. તમને કેટલાક સવાલ પૂછવા હતાં. શું તમે મને મળી શકો છો.’
આ ટ્વિટના જવાબમાં કેજરીવાલે તેને ટ્વિટ દ્વારા જ તેને મળવાનો સમય જણાવી દીધો હતો. વધુમાં જણાવી દઈએ કે કેજરીવાલ સિવાય પીએમ મોદી અને રાહુલ ગાંધી સાથે મળવાની ઈચ્છા દર્શાવી હતી અને સમય માંગ્યો હતો. જવાબમાં રાહુલ ગાંધીએ લખ્યું કે તેમને મળીને આનંદ થશે. રાહુલે ઈરફાનને મેસેજ કરી મોબાઈલ નંબર આપવા જણાવ્યું, જ્યાર બાદ ઈરફાને પોતાનો નંબર મેસેજ કર્યો.

જ્યારે પીએમ નરેન્દ્ર મોદી કાર્યાલય તરફથી આપવામાં આવેલા જવાબમાં જણાવ્યું કે પીએમ આવનારા સંસદ સત્રને લઈને વ્યસ્ત છે. વિસ્તારપૂર્વક જાણકારીઓ સાથે પત્ર મોકલી આપો. તેના જવાબમાં ઈરફાને મેલ આઈડી આપવા જણાવ્યું.