ઈલોરાપાર્કથી આઈટીઆઈ અને કેશ એન્ડ કેરીથી વોર્ડ ઓફિસ સુધી મોડલ રોડ તરીકે વિકસાવો - Sandesh
  • Home
  • Baroda
  • ઈલોરાપાર્કથી આઈટીઆઈ અને કેશ એન્ડ કેરીથી વોર્ડ ઓફિસ સુધી મોડલ રોડ તરીકે વિકસાવો

ઈલોરાપાર્કથી આઈટીઆઈ અને કેશ એન્ડ કેરીથી વોર્ડ ઓફિસ સુધી મોડલ રોડ તરીકે વિકસાવો

 | 12:17 am IST

વડોદરા, તા.૨૨

ઈલોરાપાર્ક ત્રણ રસ્તાથી ગોરવા આઈટીઆઈ સુધીનો રોડ તેમજ કેશ એન્ડ કેરીથી આત્મજ્યોતિ આશ્રમ થઈને વોર્ડ ઓફિસ સુધીનો રોડ મોડલ રોડ તરીકે વિકસાવવા સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. જિગિષાબેન શેઠે મ્યુનિ.કમિશનર ડો. વિનોદ રાવને સૂચન કર્યું હતું.

  • સ્થાયી સમિતિના અધ્યક્ષનું કમિશનરને સૂચન

સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો. જિગિષાબેને આજે કોર્પાેેરેટર અજીત પટેલ, ધર્મેન્દ્ર પંચાલ, રાધિકાબેન ભટ્ટને સાથે રાખીને વહીવટી વોર્ડ નં.૧૦ના વિસ્તારમાં ફેરણી કરી હતી અને લોકોની રજૂઆતો સાંભણી હતી. તે પછી ડો. જિગિષાબેને મ્યુનિ.કમિશનર ડો. વિનોદ રાવ સાથે ચર્ચા વિચારણા કરી હતી તેમાં ગોરવાના દશામાતાના મંદિર પાસેનુ તળાવ તથા કાંઠીયા તળાવને સુશોભિત કરવા અને ગોરવા સ્મશાન નવુ બનાવવાનુ સૂચન કર્યું હતું. 

આ સિવાય ઈલોરાપાર્ક ત્રણ રસ્તા પાસેના કલ્પતરૃથી આઈઆઈઆઈ ચોકડીવાળા રસ્તા તથા કેશ એન્ડ કેરીથી આત્મજ્યોત આશ્રમ થઈને વોર્ડ નં. ૧૦ સુધીના રોડને મોડલ રોડ તરીકે વિકસાવવા સૂચન કર્યું હતું. આઈટીઆઈ પંપીંગ તેમજ કરોડીયા પંપીંગની કેપેસીટી વધારવાનુ પણ સૂચન કર્યું હતું. તેમજ કેબલ નેટવર્ક નાખવા માટે આડેધડ થતા ખોદકામને બદલે કોર્પાેરેશનમાંથી પહેલા માહિતી લેવાય તેની પર ભાર મૂકાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન