ઉઘરાણી કરીને મરવા મજબુર કરનાર શખ્સને ૧૦ વર્ષની કેદ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ઉઘરાણી કરીને મરવા મજબુર કરનાર શખ્સને ૧૦ વર્ષની કેદ

ઉઘરાણી કરીને મરવા મજબુર કરનાર શખ્સને ૧૦ વર્ષની કેદ

 | 4:09 am IST
  • Share

ા ભાવનગર ા

કડક ઉઘરાણી કરી યુવાનને મરવા મજબુર કરનાર એક શખ્સને દસ વર્ષની કેદ તેમજ બેનો નિર્દોષ છુટકારો થયો છે. ફુલસર વાડી વિસ્તારમાં રહેતા યુવાને કમળેજના શખ્સ પાસેથી રૃા. પચાસ હજાર લીધેલા હતા. ડીસ્ટ્રીક્ટ જ્જ આર.ટી.વચ્છાણી દ્વારા ચૂકાદો અપાયો હતો.

ભાવનગરના શહેરનાં ફુલસર વાડી વિસ્તાર, પાણીના ટાંકાવાળા રોડ પર રહેતા અશ્વિનભાઈ શીવજીભાઈ ચુડાસમા (ઉં.વ.૩૫)એ કમળેજ ગામે રહેતો જીતુ શામજી ડાભી અને અન્ય બે શખ્સો પાસેથી લીધેલા રૃપિયા ૫૦,૦૦૦ની જીતુ શામજી ડાભી વારંવાર ઉઘરાણી કરતો હોય ગત તા.૨-૧૦-૧૯ના રોજ જીતુ શામજી ડાભી અને તેની સાથેનાં બે અજાણ્યા શખ્સો અશ્વિનના ઘરે જઈ રૃપિયા આપી દેવાનું દબાણ કરતા અશ્વિનભાઈએ ડરના માર્યા ઘરમાં રહેલી કપાસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે પ્રથમ ખાનગી દવાખાનામાં અને ત્યારબાદ વધુ સારવાર અર્થે સર ટી. હોસ્પિટલમાં ખસેડતા તેનું ચાલુ સારવાર દરમ્યાન તા.૪-૧૦-૧૯ના રોજ મૃત્યુ નીપજ્યું હતું.આ બનાવ અંગે મૃતક અશ્વિનભાઈના કુટુંબીક ભાઈ નાગજીભાઈ શીવજીભાઈ ચુડાસમા (ઉં.વ.૩૩, રહે.ફુલસર વાડી વિસ્તાર, પાણીના ટાંકા વાળો રોડ, ભાવનગર)નાએ અત્રેના ડી. ડિવી. પોલીસ મથકમાં (૧) જીતુ શામજી ડાભી, (ઉં.વ.૨૫), રહે. બસ સ્ટેન્ડની બાજુમાં, કમળેજ, (૨) વિપુલ તુલસીભાઈ પરમાર, રહે. કમળેજ, (૩) વિપુલભાઈ મકોડભાઈ સોલંકી (રહે. બજરંગદાસ સોસાયટી, વરતેજ) સહીતના ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ઉક્ત શખ્સો સામે ઈ.પી.કો. કલમ-૩૦૬ સહિતનો ગુન્હો નોંધ્યો હતો.

જે અંગેનો કેસ ભાવનગરના પ્રીન્સીપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ આર.ટી.વચ્છાણીની કોર્ટમાં ચાલી જતા અદાલતે મુખ્ય જિલ્લા સરકારી વકિલ વીપુલ દેવમુરારીની અસરકારક દલીલો, મૌખીક પુરાવા-૬, દસ્તાવેજી પુરાવા-૧૯ વિગેરે ધ્યાને રાખી મુખ્ય આરોપી જીતુ શામજી ડાભી સામે ઈ.પી.કો. કલમ-૩૦૬ મુજબનાં ગુન્હામાં કસુરવાર ઠરાવી ૧૦ વર્ષની સખત કેદની સજા અને રોકડા રૃા.૨૫,૦૦૦નો દંડ કરેલ. જો આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદ અદાલતે ફટકારી હતી. દંડ પૈકીના રૃા.૨૫,૦૦૦ મરણ જનાર અશ્વિનભાઈના પત્નીને અપીલ સમય વીત્યા બાદ એકા.-પે.ચેકથી વળથર પેટે ચુકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો