ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન અન્યના નામે બોલતા હોવાની રાવ - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન અન્યના નામે બોલતા હોવાની રાવ

ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન અન્યના નામે બોલતા હોવાની રાવ

 | 1:36 am IST

બોટાદ,તા.૧૩

બોટાદ તાલુકાની રંગપર ગામની મહિલાઓએ ઉજ્જવલા યોજના અંતર્ગત બીપીએલ લાભાર્થીઓને અપાતા ગેસ કનેક્શન અંગે રજુઆત કરી હતી. અહિ ૩૫ થી ૪૦ લાભાર્થીઓના ગેસ કનેક્શન અન્ય વ્યક્તિઓના નામે બોલતા હોવાની રાવ ઉઠી છે. આ બાબત અંગે બોટાદના પુરવઠા મામલતદારએ તપાસ કરી અઠવાડિયામાં સબંધિત વ્યક્તિને ગેસ કનેક્શન આપવાની બાંહેધારી આપી હતી.

રંગપર ગામના સરપંચ રમેશભાઈ પ્રેમજીભાઈ કુકડિયાની આગેવાની નિચે મહિલા અગ્રણી ભારતીબેન ચાવડા સહિતના મહિલાઓએ બોટાદ ખાતે પુરવઠા વિભાગમાં મામલતદારને ઉજ્જવલા યોજનાના ગેસ કનેક્શન પોતાને મળ્યા ન હોવાની પુરાવા સાથે રજુઆત કરી હતી. સરકાર એક તરફથી મહિલા સશક્તિકરણની વાતો કરે છે ત્યારે જરૃરિયાતમંદ મહિલાઓના બદલે પોતાના કનેક્શન અન્યને ફાળવી દેવાતા ભારે આક્રોશ ફેલાયો છે. રજુઆતમાં જણાવાયુ હતુ કે, અહિના કુકડિયા રેખાબેન મથુરભાઈના ટીએન નંબર …૩૩૦૦૨ છે. આ કનેકશન ભાવનગરના શ્વેતા એજન્સીના વર્ષાબેન બુધાભાઈના નામે બોલે છે. આવા ૩૫ થી ૪૦ કનેક્શનમા ગોટાળા ચાલે છે. અને તપાસ થાય તો જિલ્લાભરમાં મસમોટુ કૌભાંડ બહાર આવે તેમ છે. તેમની રજુઆતને ધ્યાને લઈ ત્વરીત કાર્યવાહી થશે એવી મામલતદાર દ્વારા બાંહેધરી અપાઈ હતી.