ઉદ્યોગપતિઓ, ધનિકો પૂરતું સીમિત રહેલ ક્રિકેટ સામાન્ય માણસ સુધી લાવ્યાં - Sandesh
  • Home
  • Baroda
  • ઉદ્યોગપતિઓ, ધનિકો પૂરતું સીમિત રહેલ ક્રિકેટ સામાન્ય માણસ સુધી લાવ્યાં

ઉદ્યોગપતિઓ, ધનિકો પૂરતું સીમિત રહેલ ક્રિકેટ સામાન્ય માણસ સુધી લાવ્યાં

 | 3:49 am IST

 

પ્લેયર્સમાં દાતે સરના હુલામણા નામથી ઓળખાતા શહેરના ક્રિકેટ ગુરુનું નિધન કિરણ મોરે, નયન મોંગીયા, અતુલ બેદાડે, જેકોબ માર્ટીન સહિતના ક્રિકેટરો દાતે સરની દેન

ા વડોદરા ા

દાતેસરના હુલામણા નામથી ઓળખાતા શહેરના ક્રિકેટ ગુરૃ પ્રદીપ દાતેનું ટૂંૂંકી બીમારી બાદ આજે નિધન થયું હતુ. તેઓ ૬૬ વર્ષના હતા. તેમના નિધનને કારણે શહેરના ક્રિકેટર્સ ઉપરાંત ક્રિકેટપ્રેમીઓમાં શોકની લાગણી ફેલાઈ હતી.

એક જમાનામાં ઉદ્યોગપતિઓ અને ધનિકોની રમત તરીકે ઓળખાતાં ક્રિકેટની રમતને સમાજના સામાન્ય માનવી સુધી લઈ આવવામાં તેમનું યોગદાન મહત્વનું રહ્યું હતુ. બે દિવસ પહેલાં દાદર ઉપરથી ઉતરતી વેળાં પગ સ્લિપ થઈ જતાં તેઓ પડી ગયાં હતા. જેના કારણે માથામાં ઈજા થવાની સાથે તેમને બ્રેેઈન હેમરેજ થયું હતુ. આજે સવારે ૧૦ વાગે સયાજી હોસ્પિટલના બીછાને ટૂંકી માંદગી બાદ તેમનુ નિધન થયુ હતુ તેમ તેમના ભાઈ શરદ દાતેએ જણાવ્યું હતુ.   તેમની અંતિમયાત્રામા શહેરના આંતરારાષ્ટ્રીય ક્રિકેટર નયન મોંગીયા, અતુલ બેદાડે, રાકેશ પટેલ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત શહેરના જાણીતા ફાસ્ટ બોલર નારાયણ સાઠમ, મ્હેંદી શેખ, રણજી ટ્રોફી પ્લેયર્સ દીપક હુડા, કેદાર દેવધર, પીનલ શાહ, હેમંત ઈંદુરકર, સહીત અન્ય જૂનિયર્સ ક્રિકેટર્સ મોટી સંખ્યામાં જોડાયા હતા. ત્યારબાદ અંતિમયાત્રા કારેલીબાગ સ્થિત બહુચરાજી સ્મશાન ખાતે આવી પહોંચી હતી. જ્યા તેમને અગ્નિસંસ્કાર અપાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;