NIFTY 9,574.95 -55.05  |  SENSEX 31,138.21 +-152.53  |  USD 64.5200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ઉધના વિસ્તારનો વાસણનો વેપારી રહસ્યમય સંજોગોમાં લાપતા

ઉધના વિસ્તારનો વાસણનો વેપારી રહસ્યમય સંજોગોમાં લાપતા

 | 3:00 am IST

સુરત, તા. ૧૭

ઉધનામાં રહેતો મારવાડી વેપારી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગયો હતો. દુકાનેથી કોઇને પણ કાંઇ કહ્યા વિના વેપારી ગાયબ થઇ જતાં પરિવારજનો ચિંતાતુર થઇ ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ઉધનામાં દેના બેંક પાસે જયંતીનગર સોસાયટીમાં રહેતા સુનીલ પવિત્રભાઇ જૈન (૩૩) મૂળ રાજસ્થાનના વતની છે. ઉધના સ્ટેશન પાસે ગાયત્રી એમ્પોરિયમના નામે તેમની વાસણની દુકાન છે. દરમિયાન ગત તા. ૧૫મીએ સવારે ૧૦ વાગ્યે ઘરેથી દુકાને ગયા હતા અને ત્યાંથી ૧૧ વાગ્યા ક્યાંક ચાલ્યા ગયા હતા. મોબાઇલ પણ બંધ આવતા પરિવારજનો ચિંતામાં ગરકાવ થઇ ગયા હતા. ભારે શોધખોળ છતાં સુનીલભાઇનો કોઇ પત્તો નહિ લાગતાં ઉધના પોલીસમાં મિસિંગની નોંધ કરાવાઇ છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વેપારી જૈન છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતા. માથે દેવું વધી જતાં માનસિક તાણમાં રહેતા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતંુ. ઉધના પોલીસે તપાસ આદરી છે.

;