ઉનાથી લઇને આનંદીબહેન પટેલ સુધીનો વાંચીલો દલિત અત્યાચારનો ઘટનાક્રમ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઉનાથી લઇને આનંદીબહેન પટેલ સુધીનો વાંચીલો દલિત અત્યાચારનો ઘટનાક્રમ

ઉનાથી લઇને આનંદીબહેન પટેલ સુધીનો વાંચીલો દલિત અત્યાચારનો ઘટનાક્રમ

 | 2:54 pm IST

દલિત અત્યાચારના પડઘા ધીમે ધીમે સમગ્ર ગુજરાતમાં પડી રહ્યા છે. ઉનામાં દલિતોને માર મારવાની ઘટનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દલિત સમાજના રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે અને ચક્કાજામ કરી રહ્યા છે. દલિત સમાજના લોકોમાં વિરોધનો અગ્નિ ભભુકી રહ્યો છે. આવી સ્થિતિમાં અમે અહીં ઉનાથી લઇને આનંદીબહેન પટેલની પીડિત પરિવારની મુલાકાત સુધીનો સમગ્ર દલિત અત્યાચારનો ઘટનાક્રમ દર્શાવ્યો છે.

ઉનામાં દલિતો પર અત્યાચારનો ઘટનાક્રમ
– ઉનામાં તા.૧૧/૭/ર૦૧૬ના ત્રણ દલિત યુવાનોને કાર સાથે બાંધીને માર-મારવાની ઘટનાની જાણ થતાં જ રાજ્ય સરકારે કસુરવારો સામે તાત્કાલિક પગલાં ભર્યા છે
– ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામના વશરામભાઇ સરવૈયાની ફરિયાદ ઉના પોલીસમથકમાં દાખલ કરવામાં આવી છે. એટ્રોસિટી એકટ અન્વયે ૬ વ્યકિતઓ સામે આઇ.પી.સી.ની કલમ ૩૦૭,૩ર૩,૩ર૪,૩૯પ અને પ૦૪ હેઠળ ફરિયાદ દાખલ થઇ છે
– આ કમનસીબ બનાવનો ભોગ બનેલા યુવકો અને તેમના પરિવારજનોની તા.૧૩ જુલાઇએ રાજ્યપ્રધાન જશાભાઇ બારડે મૂલાકાત લઇ સરકારના પગલાંથી તેમને વાકેફ કર્યા હતા અને રાજ્ય સરકારની સંવેદના દર્શાવી હતી
– તા.૧ર જુલાઇએ સંસદીય સચિવ જેઠાભાઇ સોલંકી પણ અસરગ્રસ્તોની ખબર-અંતર માટે મળવા ગયા હતા
– ગૂનો નોંધાયો કે તરત જ રાજ્ય સરકારે આવા કિસ્સામાં મળવાપાત્ર થતી રકમ પૈકી રૂ.૧ લાખનું વળતર ભોગ બનેલા યુવાનોને ચૂકવી આપેલું છે
– ગીર-સોમનાથના જિલ્લા કલેકટરે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા આ યુવકોની મૂલાકાત લઇ તેમને જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવી છે
– આ બનાવની તપાસ તાત્કાલિક શરૂ કરીને ૮ વ્યકિતઓની અટકાયત પોલીસે કરી છે.
– આ મામલામાં નિષ્ક્રિયતા દાખવનારા 1 પોલીસ ઇન્સ્પેકટર અને 2 એ.એસ.આઇ.ને તા.૧૪મી તારીખે તથા એક હેડકોન્સ્ટેબલને તા.૧૭મી તારીખે સસ્પેન્ડ કરી દેવાયા છે
– મુખ્યપ્રધાને આ સમગ્ર ઘટનાક્રમની ગંભીરતા અને સંવેદનશીલતા ધ્યાને લઇને અત્યાચારના બનાવની સંપૂર્ણ ટ્રાયલ માટે વડી અદાલતના પરામર્શમાં રહીને વિશેષ ડેઝીગ્નેટેડ કોર્ટ સ્થાપવાનો નિર્ણય કર્યો છે
– આ બનાવની તપાસ નિષ્પક્ષ અને ક્ષતિરહિત રીતે થાય તે માટે સી.આઇ.ડી. ક્રાઇમને તપાસ સોંપવાનો પણ નિર્ણય કર્યો છે
– સ્પેશ્યલ પ્રોસીકયુટરની નિમણૂંક તથા ૬૦ દિવસમાં ગુનાનું ચાર્જશીટ રજૂ કરવાના પણ આદેશો કર્યા છે
– જે ૭ દલિત યુવાનો આ ઘટનાક્રમમાં ઇજાગ્રસ્ત છે અને ઉના, જૂનાગઢ તથા રાજકોટની હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે તેમની સારવારનો તમામ ખર્ચ પણ રાજ્ય સરકાર ઉપાડશે તેવો નિર્ણય કર્યો છે
-રાજ્ય સરકાર આવા કોઇપણ ગૂના કે અત્યાચાર ભવિષ્યમાં કયારેય ન બને તે માટે ઉનાની ઘટનાના કસૂરવારો સામે કડકમાં કડક કાર્યવાહિ કરી રહી છે.
-આ ગૂનામાં સંડોવાયેલા લોકોને કોઇ પણ શેહશરમ રાખ્યા સિવાય કડક સજા-દંડાત્મક પગલાં માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે
-વિડીયો કલીપીંગ્સનાં આધારે બીજા ૯ લોકોની ધરપકડ પોલીસ દ્વારા થયેલ છે. આમ કુલ ૧૬ વ્યકિતઓની આજ સુધી અટકાયત થઇ છે
-મુખ્યસચિવએ ડી.જી.પી. અને ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક બોલાવીને ઘટનાની તપાસ સંદર્ભે સર્વગ્રાહી સમીક્ષા કરી કડકમાં કડક કાર્યવાહિની સૂચના આપી
-જે દલિત યુવાનો આવેશમાં આવી જઇ ઝેર પીને આત્મહત્યાના પ્રયાસો કરે છે તેમને પણ અપિલ છે કે સરકાર આ સમગ્ર ઘટનાના મૂળ સુધી જઇને કસૂરવારો સામે સખતમાં સખત કાર્યવાહિ કરશે જ તેથી સરકારમાં વિશ્વાસ રાખે
– મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે બુધવારે ઉનામાં દલિત પરિવારને મળીને તેમને સાંત્વના આપી છે, અને સમગ્ર ઘટનાની ન્યાયીક તપાસ થશે, તેવી ખાતરી આપી છે, અને પરિવારને તમામ મદદ કરવા કહ્યું છે. સીએમે આ મુદ્દાને રાજકીય મુદ્દો ન બનાવવા પણ કહ્યું છે.