ઉના દલિત અત્યાચાર કરનારા ભાજપાના ગુંડા: કેજરીવાલ - Sandesh
  • Home
  • Rajkot
  • ઉના દલિત અત્યાચાર કરનારા ભાજપાના ગુંડા: કેજરીવાલ

ઉના દલિત અત્યાચાર કરનારા ભાજપાના ગુંડા: કેજરીવાલ

 | 10:20 am IST

સમઢિયાળાના પીડિત દલિતોને મળવા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે રાજકોટ બાદ ઉનાથી અમરેલીમાં મૃતક કોનસ્ટેબલના પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા હતા. કેજરીવાલે દિલ્હીની આપ સરકાર સાથે ગુજરાત સરકારની સરખામણી કરતાં કહ્યું કે કોનસ્ટેબલના પરિવારને રૂ.1 કરોડની આર્થિક સહાય કરવી જોઈએ. તેમજ પરિવારના સભ્યોને સરકારી નોકરીની પણ સહાય આપવી જોઈએ. સાથો સાથ અત્યારે મળતી માહિતી પ્રમાણે અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતમાં રાત્રિ રોકાણ કરીને કાલે દિલ્હી જવા રવાના થશે. 

પોલીસ પણ ભાજપાના ગુંડાઓની સાથે મળેલી છે: કેજરીવાલ
આ કૃત્ય ભાજપના ગુંડાઓનું  હોવાનો સીધો આક્ષેપ કરતાં અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે દલિતો પર ખોટા કેસ કરવામાં આવ્યા છે. દલિતો પર અત્યાચાર કરનાર 40થી 50 આરોપીઓમાંથી માત્ર 16 જેટલા જ લોકોની  ધરપકડ કરવામાં આવી છે. પોલીસ પણ ભાજપના ગુંડાઓની સાથે મળેલી છે. ભાજપ સરકારના ઈશારે દલિતો પર અત્યાચાર કરવામાં આવ્યો હતો. કેજરીવાલે વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓને એવી સજા થવી જોઈએ કે તેમનો આત્મા પણ તડપી ઉઠે. દલિત અત્યાચારના મામલે થઈ રહેલા આંદોલન દરમ્યાન કરાયેલા પોલીસ કેસો પાછા ખેંચવામાં આવે. હું રાજનીતિ કરવા ગુજરાત આવ્યો નથી. અમે ન્યાય માટે રાજનીતિ કરી રહ્યા છીએ, પરંતુ ગુજરાત સરકાર અત્યાચારના નામે રાજનીતિ કરી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે જોયું કે લોકો કેવી રીતે દલિતોને મારતા મારતા પોલીસ સ્ટેશન લઈ ગયા. મારવા માટે જે ડંડા વાપરાવામાં આવ્યા હતાં તે ડંડા પોલીસના હતાં. ભાજપની સરકાર પોતાના લોકોને મોકલીને માર ખવડાવે છે, અને પોલીસ જોયા કરે છે, દલિત સમાજ અવાજ ઉઠાવે ત્યારે પોલીસ તેમના ઉપર અત્યાચાર કરે, ખોટા કેસ કરે. દલિતો પર અત્યાચારની આ ઘટનામાં 40થી 50 લોકો સામેલ છે જ્યારે અત્યાર સુધી 16-17 જ પકડાયા છે. કેમ બીજા પકડાયા નથી. સરકાર ભાજપના ગુંડાઓને બચાવવાની કોશિશ કરી રહી છે.

 આજે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીડિતોના ખબર-અંતર પૂછયા હતા. અહીં પીડિતોએ જે વીડિયોના આધારે આખી ઘટના બહાર આવી તે વીડિયો કેજરીવાલને બતાવ્યો હતો. ત્યારે કેજરીવાલે દલિતોએ અન્યાય સામે આંદોલન કરવું જોઇએ નહીં કે આત્મહત્યા. 

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પીડિતોની મુલાકાત કરવા માટે દોડી આવેલા અરવિંદ કેજરીવાલે સરકાર પર પ્રહારો કરતાં કહ્યું હતું કે પોલીસ ચૂપ કેમ છે સરકારના ઇશારે કામ કરે છે. પોલીસની સામે જ જો દલિતો પર અત્યાચાર થાય તો તેનો સીધો અર્થ છે કે સરકારનો પણ આમાં હાથ છે. ગુજરાતમાં દલિતો સાથે અત્ચાર થાય છે અને કાર્યવાહી થતી નથી. અમારી માંગ છે કે આરોપીઓને સખ્ત સજા કરો. પ્રશાસનની મિલીભગત છે. ભાજપ સરકાર દલિત વિરોધી છે. ભાજપાને કહ્યું કે અન્યાય બહુ દિવસ નથી, તમામ જાતિ ધર્મના લોકો સરખા જ હોવા જોઈએ.

તેમણે કહ્યું કે ઉનાકાંડના આરોપીઓની ધરપકડ માત્ર દેખાડો, થોડા સમયમાં તપાસ ઢીલી કરી તેમને પણ છોડી દેવાશે. અન્યાય લાંબો સમય નથી ચાલતો, ઉપરવાળો જોઈ રહ્યો છે.

પાટીદાર આંદોલનને યાદ કરતાં કેજરીવાલે કહ્યું કે પાટીદાર આંદોલન શાંતિથી થતું હતું પરંતુ ખોટા કેસ કર્યા, હવે દલિતો સાથે પણ આવું કરવામાં આવી રહ્યું છે. પાટીદાર આંદોલનમાં 2000થી વધુ લોકો નિર્દોષ લોકો પર ખોટા કેસો દાખલ કર્યા અને કેટલાંક ભાઈઓ પર તો દેશદ્રોહનો કેસ નાંખ્યો. અમે માંગ કરીએ છીએ કે પીડિતોને સરકારી નોકરી આપો.

કેજરીવાલે સિવિલ હોસ્પિટલમાં ઉનાના સમઢીયાળાના પીડિત દલિતોના મારના નિશાન જોયા હતાં અને સાથેસાથે વીડિયો જોઈને તેમના પર ગુજારાયેલા અમાનુષી અત્યાચારથી વ્યથિત થઈ ગયાં હતાં. કેજરીવાલે દલિતો પર થતાં અત્યાચારોને વખોડી કાઢ્યા હતા અને કડકમાં કડક સજાની માંગ સાથે પીડિતોને નોકરી આપવા માંગ કરી હતી.

રાજકોટથી કેજરીવાલ ઉનાના સમઢીયાળા ગામે જશે અને પીડિત પરિવારોને મળશે. સમઢીયાળાના પ્રત્યાઘાતમાં આપઘાતનો પ્રયાસ કરનારા પીડિતોને મળશે. ત્યારબાદ અઢી વાગ્યે ઉનાના સમઢીયાળાના પીડિતોના પરિવારને મળશે.