ઉના દલિત અત્યાચાર બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસ આવી બેકફુટ પર - Sandesh
  • Home
  • Ahmedabad
  • ઉના દલિત અત્યાચાર બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસ આવી બેકફુટ પર

ઉના દલિત અત્યાચાર બાદ ફાટી નીકળેલી હિંસા મામલે પોલીસ આવી બેકફુટ પર

 | 8:39 pm IST

ગીરસોમનાથના ઉનામાં દલિત યુવાનો ઉપર અત્યાચારના મુદે રાજયભરમાં તંગદિલી ઉભી થયા બાદ પોલીસ બેકફુટ ઉપર આવી છે અને પોલીસનો પક્ષ રજૂ કરવા માટે રાજયના પોલીસ વડાએ બોલાવેલી પત્રકાર પરિષદમા ઇન્ચાર્જ ડીજીપી પૃથ્વીપાલ પાંન્ડેય જ ગેરહાજર રહ્યા હતાં.

ઉનામાં દલિતો ઉપર થયેલા અત્યાચારના બનાવની આગ રાજયભરમાં ફેલાઇ ગઇ છે અને રાજયભરમાં તોફાનો ફાટી નીકળ્યા છે. ઇન્ચાર્જ ડીજીપી પૃથ્વીપાલ પાંન્ડેયે ઉનાની ઘટનાના મુદે બુધવારે બપોરના પોલીસ ભવનમાં પત્રકાર પરિષદ બોલાવી હતી. પરંતુ પત્રકાર પરિષદને સંબોધીને પોલીસની કાર્યવાહીની વિગતો આપવાથી દુર રહ્યા હતાં. પોલીસ ભવનમાં બપોરના ૨ વાગે પરિષદ બોલાવી હતી. પરંતુ તે વખતે ઇન્ચાર્જ ડીજીપી પોતાની ચેમ્બરમાં ભોજન લઇ રહ્યા હતાં અને ભોજન પુરું થયા બાદ પત્રકાર પરિષદ સંબોધવાના બદલે મિટીંગમાં જવા માટે રવાના થઇ ગયા હતાં. તેમના બદલે કાયદો વ્યવસ્થાના ઇન્ચાર્જ એડીજી વી.એેમ.પારઘીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને પત્રકારોના સવાલોના જવાબો આપ્યા હતાં.

ઉનામાં ચાર દલિત યુવાનો ઉપર થયેલા અત્યાચારના બનાવ બાદ હિંસક તોફાનો શરૃ થઇ જતા આટલા સંવેદનશીલ મુદાને ઇન્ચાર્જ ડીજીપીએ સામાન્ય લઇને પત્રકાર પરિષદમાં ગેરહાજર રહેતા અનેક તર્કવિર્તક શરૂ થઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન