ઉના દલિત અત્યાચાર : સૌરાષ્ટ્રની મોટા ભાગની ST બસ સેવાઓ બંધ - Sandesh
  • Home
  • Rajkot
  • ઉના દલિત અત્યાચાર : સૌરાષ્ટ્રની મોટા ભાગની ST બસ સેવાઓ બંધ

ઉના દલિત અત્યાચાર : સૌરાષ્ટ્રની મોટા ભાગની ST બસ સેવાઓ બંધ

 | 3:17 pm IST

દલિત ઉપર થયેલા અત્યાચારની ઘટના સમગ્ર સૌરાષ્ટ્રમાં વધારે ઉગ્ર બની છે. દલિત સમાજના લોકો ન્યાયની માગણી સાથે રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા છે. તો ક્યાંક દલિતોના મનમાં હજી પણ આગ ભભૂકી રહી છે. કેટલીક જગ્યાએ દલિતોએ બસોમાં તોડફોડ કરી છે. જેના પગલે એસટી તંત્રપણ સજાગ બની ગયું છે. વધારે બસોમાં નુકસાન ન થાય તે માટે સૌરાષ્ટ્રની મોટાભાગની એસટી બસ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે જુનાગઢ જિલ્લાની 60 ટકા, કેશોદ ડેપોની 50 ટકા બસ બંધ કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરાજી અને ઉપલેટાનાં ડેપો પણ બંધ કરી દેવામાં આવી છે.  વેરાવળ, ઉના, કોડિનાર, તાલાલા, ધોરાજી, મોરબી તેમજ જામનગરથી મોરબી અને જુનાગઢ, દ્વારકા-ખંભાળિયાથી રાજકોટ તરફ જતા રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ઉનામાં ચાર દલિતોને માર માર્યાનો વિડિયો સામે આવ્યો હતો. જે બાદ લોકોએ રાજકોટ અને ધોરાજીમાં એસટી બસો પર પથ્થરમારો કર્યો હતો તેમજ કેટલીક બસો પણ સળગાવી હતી જેનાં પગલે એસટી નિગમે મોટા ભાગની બસસેવાઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે.