ઉના બન્યું 'પીપલી લાઈવ': રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવા પાછળ રાજકીય દબાણ! - Sandesh
  • Home
  • Rajkot
  • ઉના બન્યું ‘પીપલી લાઈવ’: રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવા પાછળ રાજકીય દબાણ!

ઉના બન્યું ‘પીપલી લાઈવ’: રાહુલ ગાંધીની મુલાકાત પહેલાં હોસ્પિટલમાં દાખલ કરવા પાછળ રાજકીય દબાણ!

 | 3:07 pm IST

ફિલ્મ ‘પીપલી લાઈવ’ના નત્થા જેવી ઉનાના પીડિત પરિવારની સ્થિતિ છે! વીઆઈપી લોકોની મુલાકાત પહેલાં જ ઉનાના પીડિતો માટે મુશ્કેલીઓ વધી જાય છે. તેમને આરામ કરવાનો સમય પણ મળતો નથી. રાજકીય દબાણના લીધે જબરદસ્તી પીડિતોને હોસ્પિટલમાં પણ દાખલ કર્યાના સમાચાર આવી રહ્યાં છે. અગ્રણી અખબારમાં છપાયેલા અહેવાલ પ્રમાણે 18મી જુલાઈના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવેલ પીડિતોને ગુરૂવારના રોજ રાજકોટની પંડિત દીનદયાળ ઉપાધ્યાય જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

11મી જુલાઈના રોજ દલિત પરિવાર દ્વારા મૃત ગાયની ચામડી ઉતારવાથી જે વિવાદ થયો હતો, આ જ પરિવારના 23 વર્ષના સભ્ય રમેશની ઉનાના કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક સારવાર થઇ હતી. પરંતુ ફ્રેક્ચરની આશંકાને જોતા તેને જૂનાગઢ હોસ્પિટલમાં મોકલી દેવાયો હતો, જ્યાંથી તેને 18મી જૂલાઈના રોજ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. રમેશની સાથે જ તેના પિતાને પણ રજા મળી ગઈ હતી. હોસ્પિટલના દસ્વેજો મુજબ રમેશ તેના પિતા અને માતા, ત્રણેયને 11મી જુલાઈના રોજ સાંજે જૂનાગઢ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 18મી જુલાઈ સુધીમાં ત્રણેયને રજા આપી દેવામાં આવી હતી પરંતુ પંડીત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલના રેકોર્ડના મતે ગુરુવારના રોજ સવારે 7:38 વાગ્યે રમેશને ફરીથી દાખલ કરાયો હતો. તેન અંદાજે સાત કલાક બાદ જ રાહુલ ગાંધી પીડિતોને મુલાકાત કરવા માટે ઉના પહોંચ્યા હતા.

હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ધર્મેન્દ્ર વત્સરાજે કહ્યું કે રમેશને ઇજા થતા સારવાર માટે તે અમારી પાસે આવ્યો હતો અને પૉલિસી પ્રમાણે અમે દરેક દર્દીને સારવા માટે ના પાડતા નથી, તે દ્રષ્ટિએ તેને દાખલ કરાયો.

રમેશ જ નહીં તેના બંને ભાઇઓની પણ સારવાર આ હોસ્પિટલમાં ચાલી રહી છે. બુધવારના રોજ તેની તબિયતની ભાળ મેળવ્યા બાદ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહ્યું હતું કે તેમની સ્થિતિ સામાન્ય છે. 12મી જુલાઈના રોજ તેમણે કહ્યું હતું કે તેમની ખાસ દેખરેખ રાખવાની જરૂર નથી પરંતુ બાદમાં તેમને રાજકોટ રેફર આપ્યું.

રાજકોટ અને ઉના હોસ્પિટલે કહ્યું કે પીડિતોને હોસ્પિટલમાં રાખવા માટે તેના પર રાજકીય દબાણ બન્યું છે. એક વરિષ્ઠ ડૉકટરે કહ્યું કે ઉનાના 4 દર્દીઓ એકદમ સ્વસ્થ છે, તેમને ગમે ત્યારે ઘરે મોકલી શકાય છે. અન્ય 11 જેમણે આત્મહત્યા કરવાની કોશિષ કરી હતી, તેમને પણ ડિસ્ચાર્જ કરી શકાય તેમ છે. પરંતુ અમારા પર તેમને હોસ્પિટલમાં રાખવાનું દબાણ છે.

પીડિત રમેશ સાથે વાત કરવા પર તેમણે કહ્યું કે અમને ફરીથી સોજા આવી ગયા છે અને બહુ જ દુખે છે. ડૉકટરોએ ફરીથી દાખલ થવાની સલાહ આપી હતી. તેઓ 18મી તારીખે ફરીથી હોસ્પિટલમાં છે, તેમણે તેના માટે કોઇપણ પ્રકારના દબાણ અંગેની વાતનો તેમણે ઇન્કાર કર્યો છે.