ઉપલેટાના અરણીમાં શેઢાની તકરારમાં મહિલાની હત્યા, વચ્ચે પડેલા પતિને ઈજા - Sandesh
  • Home
  • Rajkot
  • ઉપલેટાના અરણીમાં શેઢાની તકરારમાં મહિલાની હત્યા, વચ્ચે પડેલા પતિને ઈજા

ઉપલેટાના અરણીમાં શેઢાની તકરારમાં મહિલાની હત્યા, વચ્ચે પડેલા પતિને ઈજા

 | 12:10 am IST

  • બે શખસો અચાનક આવી પતિ-પત્ની પર ત્રાટકયા
ઉપલેટા : તાલુકાના અરણી ગામે ખેતરના શેઢાની તકરારમાં એક પટેલ મહિલાની તલવારથી હત્યા કરવામાં આવતા પંથકમાં ચકચાર જાગી છે. તાલુકાના અરણી ગામની સીમમાં આવેલ આઘા નામની સીમમાં ખેતર ધરાવતા પટેલ હર્ષદભાઈ નારણભાઈ(ઉ.૪૦) ગઈ કાલે સવારે ૮ કલાકે તેમના ખેતરમાં હતા ત્યારે શેઢા પાડોશી કોળી પ્રવીણ ઉર્ફે જીગર ભુપત મકવાણા અને પટેલ બાવનજી વરસાણી વચ્ચે ખેતરના શેઢા બાબતે તકરાર થઈ હતી.જેનો ખાર રાખી આજે બપોરના સમયે બંને શખસોએ ઓચિંતા આવી હર્ષદભાઈ અને તેના પત્ની મીનાબેન હર્ષદભાઈ પટેલ (ઉ.૩૮) ઉપર તલવારથી હુમલો કર્યો હતો.આ હુમલામાં મીનાબેનને ગંભીર ઈજા થતા મોત થયું હતું.પત્નીને બચાવવા વચ્ચે પડેલા હર્ષદભાઈને પણ તલવારથી ઈજા થઈ હતી.બાદમાં હુમલાખોરો ભાગી ગયા હતા.  બનાવ બાદ ઘવાયેલા હર્ષદભાઈને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા.તેમણે ભાયાવદર પોલીસ મથકમાં ફરિયાદ કરતા ભાયાવદર પીએસઆઈ એન.કે.ચૌધરીએ આગળની તપાસ હાથ ધરી છે.આ બનાવથી અરણી ગામમાં ભારે ચકચાર જાગી છે.