ઉપવાસીની તબિયત લથડી, જૂનાગઢ સારવાર માટે ખસેડાયા - Sandesh
  • Home
  • Jamnagar
  • ઉપવાસીની તબિયત લથડી, જૂનાગઢ સારવાર માટે ખસેડાયા

ઉપવાસીની તબિયત લથડી, જૂનાગઢ સારવાર માટે ખસેડાયા

 | 1:16 am IST

  • હાર્દિકના સમર્થનમાં ૫ ફુટના ખાડામાં ઉપવાસ કરનાર
    વિસાવદર : વિસાવદરમાં હાર્દિક પટેલના સમર્થનમાં પાંચ ફુટ ઉંડા ખાડામાં ઉપવાસ કરનાર ઉપવાસીની તબિયત લથડતા તેમને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવેલ છે.
    પાટીદારોને અનામત અને ખેડૂતોના દેવા માફી માટે પાસના કન્વીનર હાર્દિક પટેલ દ્વારા હાલ ઉપવાસ આંદાોલન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે તેના સમર્થનમાં વિસાવદરમાં પણ ઉપવાસ આંદોલન શરૂ કરવામાં અવ્યું છે અને આ આંદોેલનમાં એક ઉપવાસી લાલજીભાઈ કોટડીયા છેલ્લા પાંચ દિવસથી પાંચ ફુટ ઉંડો ખાડો ખોદી ઉપવાસ આંદોલન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે તેમની તબિયત લથડતા તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવેલ છે.