ઉમરાયા ગામે ૫૧મો નવરાત્રી મહોત્સવ ઉજવાયો ઃ આઠમનાં દિવસે ૧૧ હજાર દીવડાની આરતી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ઉમરાયા ગામે ૫૧મો નવરાત્રી મહોત્સવ ઉજવાયો ઃ આઠમનાં દિવસે ૧૧ હજાર દીવડાની આરતી

ઉમરાયા ગામે ૫૧મો નવરાત્રી મહોત્સવ ઉજવાયો ઃ આઠમનાં દિવસે ૧૧ હજાર દીવડાની આરતી

 | 3:21 am IST

ઉમરાયા ઃ મહાકાળી મંડળના અગ્રણી દિનેશ પાઠકે જણાવેલ કે પાદરા તાલુકાના ઉમરાયા ગામે છેલ્લા ૫૧ વર્ષથી નવરાત્રી મહોત્સવ ઉજવાય છે. ચાલુ વર્ષે ૫૧મો નવરાત્રી મહોત્સવ ઉજવાયો. આ મંડળની સ્થાપના આજથી ૫૧ વર્ષ પહેલા ઇ.સ. ૧૯૭૧માં થઇ હતી. આ મંડળની વિશેષતાની વાત કરીએ તો લાઇટીંગ ડેકોરેશન સાઉન્ડ સિસ્ટમ તેમજ વાદ્ય વાંજીત્રો પોતાના જ છે. કોઇપણ ચીજ વસ્તુ સામાન ભાડેથી લાવતા નથી.

ગાયકવૃંદમાં દિનેશ પાઠક, પ્રવિણ સિંધા, ભાઇલાલ ડ્રાઇવર, જાંટી, કારૂભાઇ, ચંદુ એટોરી જેઓ સ્વૈચ્છીક રીતે ખૂબ જ આનંદપૂર્વક ગરબાનું ગાયન વાદન કરે છે. અહીંયા એક વાતની નોંધ લેવા જેવી છે. આજુબાજુ ઘણી મલ્ટી નેશનલ કંપનીઓ હોવા છતાં કોઇપણ કંપનીના સાથ સહકાર કે ફંડ ફાળા વિના આ મંડળ દર વર્ષે નવરાત્રી ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. દર વર્ષે પ્રથમ દિવસે પાદરા પોલીસ સ્ટેશનના પી.આઇ.ના હસ્તે દીપ પ્રાગટય કરી  ગરબાની શરૂઆત થાય છે. દર વર્ષે આઠમના દિવસે ૧૧૦૦૦ હજાર દિવડાની આરતી રોશની કરવામાં આવે છે. આ આરતીનો અદ્ભૂત નજારો ઉડીને આંખે વળગે તેવો હોય છે. ચાલુ વર્ષે ૫૧માં વર્ષ નિમિત્તે દશેરાના દિવસે નવચંડી યજ્ઞનું પણ આયોજન કરેલ છે. તેમજ મંડળ અને ગરબે ઘુમતી સમસ્ત બહેનો માટે ગિફ્ટ રૂપે લ્હાણીનું પણ આયોજન કરેલ છે. આઠમના દિવસે મંડળના વડીલો જેઓ હાલમાં ૬૦ થી ૭૦ વર્ષના હતા. તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતું. નભો મંડળમાં દર ૧૯ વર્ષે તિથિ અને તારીખ એક આવતા હોય છે.

ચલામલીમાં માતાજીના વિવિધ સ્વરૂપોમાં કુંવારિકાઓ ગરબામાં જોડાઈ

બોડેલી, અલીપુરા ઃ બોડેલી તાલુકાના ચલામલી ગામે છેલ્લા ૫૦ વર્ષથી જૂની પરંપરા મુજબ ચાલી આવતા ગરબા પંથકમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.નવરાત્રીના આઠમા દિવસે ગરબી ચોક યુવક મંડળ ઘ્વારા માતાજીના વિવિધ સ્વરૂપોમાં કુંવારિકાઓ તૈયાર થઈને ગરબામાં જોડાતા પંથકના લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની હતી.આબેહૂબ માતાજીના વિવિધ સ્વરૂપોને જોઈને લોકો સેલ્ફ્ી અને સાથે ગરબા રમવા મોટી સંખ્યામાં જોડાયા હતા. બુઝુર્ગો ઘ્વારા કુંવારીકાઓની આરતી,પૂજા કરી દક્ષિણા આપી ધન્યતા અનુભવી હતી.માતાજીના વિવિધ સ્વરૂપો સાથે નાના ભુલકાંઓએ હનુમાનદાદા, વીરપુરના જલારામ બાપા, સાઈબાબાનો વેશધારણ કરી ગરબામાં જોડાતા ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.ગરબી ચોક યુવક મંડળ ઘ્વારા લોકોમાં જનજાગૃતિ આવે તેવા પ્રયાસો છેલ્લા ૫૦ વર્ષથી હાથ ધરવામાં આવે છે.માતાજીના વિવિધ સ્વરૂપો થકી લોકોમાં માતાજી પ્રત્યે શ્રાદ્ધા અને સબૂરી વધે તેવા પ્રયાસો આ થીમ ઘ્વારા કરવામાં આવ્યા હતા.આમ ચલામલી ગરબી ચોક યુવક મંડળ ઘ્વારા આઠમે નોરતે માતાજીના વિવિધ સ્વરૂપોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

બોડેલીમાં આઠમાં નોરતે મહેરામણ ઊમટતા ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા

વડોદરા ઃ બોડેલીમાં આઠમા નોરતે હજારોની સંખ્યામાં ગરબા રમવા અને જોવા ગ્રામીણ વિસ્તારોમાંથી માનવ મહેરામણ ઉમટતા પાંચીયાના મેળા જેવી સ્થિતિ સર્જાઈ હતી. કીડીયારાની માફ્ક બજારોમાં માનવ મેહરામણના પગલે થોડી વાર ટ્રાફ્કિ જામના દ્રશ્યો સર્જાયા હતા. જાણવા મળ્યા મુજબ મા અંબા ની આદ્યશક્તિ ની આરાધના ના પર્વ નવરાત્રી અંતિમ ચરણે છે ત્યારે બુધવાર ને આઠમ ની રાત્રે બોડેલી નગરમાં કીડીયારાની માફ્ક ગ્રામીણ જનતા ઉમટી પડી હતી અને બોડેલી નગર માં ભરાતા પાંચમ ના મેળામાં જેવી પબ્લિક થાય છે તેવી પબ્લિક આઠમ ની રાત્રે બોડેલી માં જોવા મળી હતી હાલોલ રોડ થી લઈ છેક ગરબી ચોક બોડેલી બજાર સુધીમાં જ્યાં નજર મારો ત્યાં કીડીયારુંજ કીડીયારું દેખાતુ હતુ અને ડેપો તરફ્ થી આવતા વાહન ચાલકો ને અડધો કલાક ઉભા રેહવાનો વારો આવ્યો હતો અને થોડીવાર માં પોલીસે આવી વાહન વ્યવહાર ચાલુ કરાવ્યો હતો

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;