ઉમરાળાના ચોગઠ ગામમાં મહિલાના શરીરે મધમાખીનું ઝુંડ વિંટળાયું, 300 ડંખ માર્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઉમરાળાના ચોગઠ ગામમાં મહિલાના શરીરે મધમાખીનું ઝુંડ વિંટળાયું, 300 ડંખ માર્યા

ઉમરાળાના ચોગઠ ગામમાં મહિલાના શરીરે મધમાખીનું ઝુંડ વિંટળાયું, 300 ડંખ માર્યા

 | 5:26 am IST
  • Share

મહિલાને બોનેટ પર સુવડાવી કાર ચલાવતા માખીઓ ઉડી ગઈ

ઉમરાળા તાલુકાના ચોગઠ ગામના ભરવાડ પરિવારની એક મહિલા ચોગઠ રોડ પરની પોતાની વાડીએ જતાં વાડીના એક ઝાડ પર રહેલ રાણી મધમાખીઓનો એક આખો મધપુડો મધમાખીઓ સહિત મહિલાની માથે પડયો અને જોતજોતામાં મધમાખીઓનું મોટું ઝૂંડ મહિલાના માથા સહિત આખા શરીરે વિંટળાઈ વળ્યું હતુુ.

મહિલાએ રોડ પર દોડી આવીને મધમાખીઓના આતંકથી છૂટવા માટે પોતાના હાથ વિંઝવા સાથે આમતેમ દોડવા તથા રોડ પરથી પસાર થતાં વાહનો ઊભા રખાવવા ફંફ મારવાનું શરૂ કર્યું, પરંતુ મધમાખીઓના મોટા સમૂહને જોઈને કોઈ વાહન ચાલકે વાહન ઊભું રાખી મહિલાને મદદ કરવાની હિંમત ન કરી.

તે સમયે ઉમરાળા હાઈસ્કૂલના આચાર્ય  ગોહિલ કાર લઈને તેમના ત્રણ શિક્ષકો સાથે ભાવનગરથી ઉમરાળા તરફ્ જતા હતા. તેમણે મહિલાને કારના બોનેટ પર સુવડાવીને કાર ચોગઠ તરફ્ હંકારી. કાર ચાલતાં પવન લાગવાથી મધમાખીઓ ઉડીને ભાગવા લાગી અને એ રીતે મહિલાનો છૂટકારો થયો, પરંતુ ત્યાં સુધીમાં રાણી મધમાખીઓએ મહિલાના શરીર પર લગભગ 300 જેટલા ડંખ માર્યા હતાં.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો