ઉમિયાધામ સીદસર મંદિર પરિસરમાં  પટાંગણ સુધી વરસાદી પાણી ભરાયાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ઉમિયાધામ સીદસર મંદિર પરિસરમાં  પટાંગણ સુધી વરસાદી પાણી ભરાયાં

ઉમિયાધામ સીદસર મંદિર પરિસરમાં  પટાંગણ સુધી વરસાદી પાણી ભરાયાં

 | 1:49 am IST
  • Share

મોટી પાનેલીથી ચાર કિલોમીટર દૂર જામજોધપુર તાલુકાના ઉમિયામંદિરમાં વેણુ નદીના  નીર પહોંચી ગયા હતા. પાનેલીથી જામજોધપુર જવાનો માર્ગ બંધ થઈ ગયો છે. ઉમિયાસાગર, ફુલઝર ડેમ ઓવરફ્લો થયા છે.

સમગ્ર પંથકમાં ભારે વરસાદના પગલે બાવીસીકોટડાનો ફ્ુલઝર ડેમ સીદસરનો ઉમિયાસાગર ડેમ ઓવરફ્લો થતા ડેમના પાટિયા ખોલી દેવાયા હતા તેમજ ધ્રાફનદીનું પાણી વેણુ નદીમાં આવતા નદીમાં ઘોડાપુર આવ્યું હતું નદીનું વહેણ એટલું વિશાળ હોવા છતાં પાણીની ભારેખમ આવક ને લીધે વેણુ નદીનું પાણી છેક મંદિરના પટાંગણ સુધી પહોંચ્યું હતું.પરિસદમાં રોપાયેલા વૃક્ષ તેંજ વિવિધ સુંદર રોપાઓને ભારે નુકશાની થઈ છે. પાનેલીથી જામજોધપુર જવાનો રસ્તો બંધ થઇ ગયેલ હોય પાનેલી જામજોધપુર વચ્ચેનો વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ થયો છે ધ્રાફ પુલ ઉપરથી ત્રણ ત્રણ ફ્ૂટ ઉપર પાણી વહી જતા પુલ પાસેનો આખો રોડ ધોવાઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન