ઊના ગૌ હત્યા મામલે એકબાજુ રાજકારણ ગરમાયું તો બીજી બાજુ મુસ્લિમ બિરાદરોએ યોજ્યું ગૌ-હત્યા વિરોધી સંમેલન - Sandesh
  • Home
  • Surat
  • ઊના ગૌ હત્યા મામલે એકબાજુ રાજકારણ ગરમાયું તો બીજી બાજુ મુસ્લિમ બિરાદરોએ યોજ્યું ગૌ-હત્યા વિરોધી સંમેલન

ઊના ગૌ હત્યા મામલે એકબાજુ રાજકારણ ગરમાયું તો બીજી બાજુ મુસ્લિમ બિરાદરોએ યોજ્યું ગૌ-હત્યા વિરોધી સંમેલન

 | 9:38 am IST

ઊના ગૌ હત્યાના મામલે રાજ્યમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે ત્યારે નવસારીના મુસ્લિમ બિરાદરોએ ગૌ-હત્યા વિરોધી સંમેલન કર્યું હતું. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના સુરખાઈ ખાતે નવસારી જિલ્લા અને મહુઆ તાલુકા મુસ્લિમ સમાજ દ્વારા આયોજીત ગૌ-હત્યા વિરોધી સંમેલનમાં ગૌ-હત્યાના બનાવને વખોડી કાઢી આવા બનાવોને અટકાવવા મુસ્લિમ અગ્રણીઓએ અનુરોધ કર્યો હતો.

ગત વર્ષે ગણેશ વિસર્જનના દિવસેે કાવેરી નદીમાં જે સ્થળે વિસર્જન કરવામા આવનાર હતુ તે સ્થળેથી ગાયના અંગો મળી આવતા હિન્દુ સમાજમા તેના ધેરા પ્રત્યાઘાત પડયા હતા.અને અષાઢી બીજની રથ યાત્રા પૂર્વેજ અનાવલ પાંચ કાકડા વિસ્તારમાં કાવેરી નદીના કિનારે કસાઈઓ દ્વારા સામૂહિક રીતે ગાયોનુ કતલ કરવામા આવી હતી.તે ઘટનાઓને આ સંમેલનમાં વખોડી કઢાઈ હતી.

જલગાવના મુફતીદારૃન નદવી,જોગવાડના મોલાના ઈલ્યાસ ,સુરતના મોલાના ફૈયાઝ લાતુરી વગેરે વકતાઓએ જણાવ્યું હતું કે આવી ઘટનાઓથી સમગ્ર મુસ્લિમ સમાજ બદનામ થાય છે.અને તેનુ પરિણામ નિર્દોષોેએ ભોગવવાનુ આવે છે. ત્યારે મુસ્લિમ વસતિ ધરાવતા ગામોમા આપણે એક થઈ આવુ કૃત્ય કરતા કસાઈઆ ને અટકાવવા જોઈએ અને જરૃર પડયે પોલિસને સોંપી દેવા હાકલ કરી હતી.  વધુમાં આગેવાનોએ જણાવ્યુ હતુ કે આઝાદીની લડતમા હિન્દુ મુસ્લિમ એક થઈ અંગ્રેજોને હાકી કાઢયા હતા. તેઓએ મુસ્લિમો પાસે ગાયો ક્યાથી આવે છે અને કોણ આપી જાય છે? તેવા વેધક સવાલો પણ કર્યા હતા ,વકતાઓએ જણાવ્યું હતું કે ઈસ્લામ ધર્મમાં ક્યાયં એવુ લખ્યુ નથી કે ગાયનું માસ ખાવુ જોઈએ .ગાયની હત્યા અંગે અત્યારે સીયાસત ગરમ છે ત્યારે ગાયનું માસ ખાવાનુ છોડી દેવુ જોઈએ.

જેથી સીયાસત ખતમ થઈ જશે.ધર્મ ઉપર રાજકારણ રમવુ નહી જોઈએ.મંદિરના પુજારી કે મસ્જિદના મોલવીને આપણે ક્યારેય લડતા જોયા નથી તેઓ માત્ર ધર્મનો પ્રચાર કરવાનુ જ કાર્ય કરે છે.જેથી નફરતને મીટાવી હિન્દૃ મુસ્લિમે ભાઈ ચારાથી રહેવુ જોઈએ.
ઈસ્લામ ધર્મ પ્રેમ અને ભાઈચારાનો પ્રતિક છે. હિન્દુસ્તાન દુનિયામા સ્વર્ગ છે.મુસ્લિમો ભારત દેશનેજ વફાદાર છે. જેથી મુસ્લિમો બદનામ થાય તેવુ કાર્ય ન કરવા અને ગૌ હત્યા અટકવવા અનુરોધ કર્યો હતો. આજના સંમેલનમા જીલ્લા કોગ્રેસ સમિતી લધુમતી સેલના પ્રમુખ સહિદભાઈ હજાત,મુસ્લિમ સમાજના જિલ્લા અગ્રણી આશીફભાઈ દુધવાલા,સુરતના મોલાના ફૈયાઝ લાતુરી,જલગાવના મુફતીદારૃન નદવી,જોગવાડના મોલાના ઈલ્યાસ સહિતના મહાનુભવો ઉપસ્થિત રહી હજ્જારોની સંખ્યામા હાજર રહેલા મુસ્લિમ ભાઈઓને માર્ગદર્શન પુરું પાડયુ હતુ  કાર્યક્રમમાં મામલતદાર કે.એન.પટેલ,પી.આઈ.એમ.કે ગુર્જર અને પોલિસ સ્ટાફ હાજર રહ્યો હતો.