ઊના દલિત અત્યાચાર વિરોધમાં બરવાળા-રાણપુર સજ્જડ બંધ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ઊના દલિત અત્યાચાર વિરોધમાં બરવાળા-રાણપુર સજ્જડ બંધ

ઊના દલિત અત્યાચાર વિરોધમાં બરવાળા-રાણપુર સજ્જડ બંધ

 | 12:03 am IST

બરવાળા, તા.૨૦

તાજેતરમાં ઉના તાલુકાના સમઢીયાળા ખાતે ગામમાં મૃત પશુના ચામડા ઉતારવાનો વર્ષોથી પરંપરાગત ધંધો વ્યવસાય કરતા દલિત સમાજના ચાર યુવાનો ઉપર કહેવાતા ગૌર૭કો દ્વારા અમાનુષી અત્યાચાર કરવાની ઘટનાએ સમગ્ર ગુજરાત ભરમાં ઘેરા પ્રત્યાઘાતો પાડી દીધા છે. અને આ કારણે દલીત સમાજમાં રોષની લાગણી પ્રસરી જવા પામી હતી.

આ બનાવના વિરોધમાં બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર ખાતે તા.૨૦-૭ બુધવારના રોજ સવારના ૯.૦૦ કલાકે ડો.બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ પાસે દલીત સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને બરવાળા અને રાણપુરની મુખ્ય બજારમાં ફરી વેપારીઓને પોતાના વેપાર ધંધા બંધ રાખી આ અત્યાચાર વિરોધના આંદોલનને સમર્થન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આગેવાનોના અનુરોધને સ્વીકારી બરવાળા અને રાણપુરના તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા સજ્જડબંધ રાખી દલીત સમાજના અત્યાચાર વિરોધના આંદોલનમાં સમર્થન આપ્યું હતું.

આ આંદોલનના કારણે બરવાળા તેમજ રાણપુર રોડ ઉપરથી પસાર થતી તમામ એસ.ટી. બસોના પૈડા ડેપો થંભાવી દેવામાં આવ્યા હતા. તેમજ તમામ શાળા અને કોલેજો આઈ.ટી.આઈ.માં વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કારય્ બંધ રહ્યું હતું. આ અત્યાચાર વિરોધમાં ચાલી રહેલ આંદોલનમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેવા હેતુથી બરવાળા અને રાણપુરમાં ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.