એક્ટર-એંકર મનીષ પોલને મુંબઈની હોસ્પિટલમાં કરાયો ભર્તી - Sandesh
  • Home
  • Entertainment
  • એક્ટર-એંકર મનીષ પોલને મુંબઈની હોસ્પિટલમાં કરાયો ભર્તી

એક્ટર-એંકર મનીષ પોલને મુંબઈની હોસ્પિટલમાં કરાયો ભર્તી

 | 5:07 pm IST

એક્ટર-એંકર મનીષ પોલને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો છે.

માહિતી પ્રમાણે મનીષ ‘બા બા બ્લેક શીપ’નું શૂટિગ કરી રહ્યો છે, ત્યારે તેમાં તેને 15 ફુટ ઉંચેથી કુદવાનું હતું. આવી રીતે એક્શન સીન કરતા દરમિયાન તેમને ઈજા થઈ હતી. આ બનાવ જૂનમાં બન્યો હતો, પરંતુ સમય સાથે પોતાની ઈજા સારી ન થતા છેવટે ફરી હોસ્પિટલ જવાની ફરજ પડી.

આ ઈજાઓને કારણે ડોક્ટરોએ મનીષને પીઠની સર્જરી કરાવવાની સલાહ આપી હતી, અને મનીષ આ સર્જરી માટે જ આ વખતે હોસ્પિટલમાં ભર્તી થયો છે. આ માટે મનીષને સોમવારે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો.