એક્સ્પોર્ટનું રિફંડ અને રૂલ 89 (4)ની ફોર્મ્યુલા નિકાસકર્તા (એક્સ્પોર્ટર)ના પ્રકારો - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • એક્સ્પોર્ટનું રિફંડ અને રૂલ 89 (4)ની ફોર્મ્યુલા નિકાસકર્તા (એક્સ્પોર્ટર)ના પ્રકારો

એક્સ્પોર્ટનું રિફંડ અને રૂલ 89 (4)ની ફોર્મ્યુલા નિકાસકર્તા (એક્સ્પોર્ટર)ના પ્રકારો

 | 1:21 am IST
  • Share

ભાગ-2

સામાન્ય રીતે ત્રણ પ્રકારના નિકાસકર્તા એક્સ્પોર્ટ સંબંધે રિફંડની માગણી કરે છે. એક પ્રકાર છે એવા ઉત્પાદકોનો જે પોતાનું પૂરેપૂરું ઉત્પાદન એક્સ્પોર્ટ કરે છે. બીજો પ્રકાર છે ‘મર્ચન્ટ એક્સ્પોર્ટર,’ એટલે કે એવા વ્યાપારી જે બજારમાંથી તૈયાર માલની ખરીદી કરી તેની નિકાસ કરે. આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ ૧૬ (૩) (એ) હેઠળ ઝીરો રેટેડ સપ્લાય (એટલે કે ‘એક્સ્પોર્ટ’) બાબતની ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ મળે છે, અને આ કલમ હેઠળ રિફંડ મેળવવામાં ઉપરોક્ત બે પ્રકારના નિકાસકર્તાને કોઈ પ્રશ્ન કે તકલીફ નડતી નથી. આ બંને પ્રકારના એક્સ્પોર્ટરને વણવપરાયેલી ક્રેડિટનું રિફંડ મળશે, કારણ કે, તેમના ક્રેડિટ લેજરમાં પડી રહેતી ક્રેડિટ પૂરેપૂરી એક્સ્પોર્ટના વ્યવહારોને લગતી જ છે. આવા નિકાસકર્તા માટે વણવપરાયેલી ક્રેડિટનું રિફંડ મેળવવું સહેલું અને સરળ છે.

પણ ત્રીજા પ્રકારના વ્યાપારી છે જે ઉત્પાદન કરતાં હોય અને ઉત્પાદિત માલનું વેચાણ આપણા દેશમાં કરતાં હોય અને પોતે ઉત્પાદિત કરેલા માલનો અમુક જથ્થો એક્સ્પોર્ટ પણ કરતાં હોય. આ ત્રીજા પ્રકારનો એક્સ્પોર્ટર એ છે કે જે પોતે ઉત્પાદિત કરેલા માલને આંતરરાષ્ટ્રીય બજારમાં તથા લોકલ બજારમાં (એટલે કે આપણાં જ દેશમાં) પણ વેચાણ કરતાં હોય. આ પ્રકારના વ્યાપારીને વણવપરાયેલ ક્રેડિટનું રિફંડ આપવા માટે સરકારે સી.જી.એસ.ટી. રૃલ્સના નિયમ ૮૯ (૪) હેઠળ એક ફોર્મ્યુલા આપી છે.

નિયમ ૮૯ (૪)ની જોગવાઈ

જી.એસ.ટી.ના કાયદા હેઠળ ટેક્સ, વ્યાજ, પેનલ્ટી (દંડ), ફી અથવા કોઈપણ અન્ય રકમના રિફંડ માટે નિયમ ૮૯ હેઠળ અરજી કરવાની રહે છે. નિયમ ૮૯ એ રિફંડની અરજી માટેની પ્રોસિજર, રિફંડ અરજીનું ફોર્મેટ, અરજી સાથે કયા કાગળો અને દસ્તાવેજો રજૂ કરવાના છે, વગેરે બાબતો માટેનો નિયમ છે. ઝીરો રેટેડ સપ્લાય અંગેના રિફંડની જોગવાઈ નિયમ ૮૯ (૪) હેઠળ કરવામાં આવેલ છે. આ નિયમાનુસાર, જ્યારે ઝીરો રેટેડ સપ્લાય બોન્ડ અથવા એલ.યુ.ટી. હેઠળ કરવામાં આવ્યો હોય (એટલે કે આવાં સપ્લાય ઉપર ટેક્સ ભરાયો ન હોય) ત્યારે આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ ૧૬ હેઠળનું રિફંડ આ નિયમ, એટલે કે રૃલ ૮૯ (૪), હેઠળની ફોર્મ્યુલા પ્રમાણે આપવામાં આવશે.

આ ફોર્મ્યુલા પ્રમાણે રિફંડની રકમની ગણતરી માટે ઝીરો રેટેડ સપ્લાયની કિંમત/રકમ, કુલ આઇ.ટી.સી. વગેરેના આંકડા લક્ષમાં લઈ જે તે સમય દરમિયાન થયેલા ઝીરો રેટેડ સપ્લાય (એટલે કે ‘એક્સ્પોર્ટ’) માટે વપરાયેલા ઇનપુટ અને ઇનપુટ ર્સિવસ પરની ક્રેડિટની ગણતરી કરવામાં આવે છે, અને આ પ્રકારે ઁર્ર્િૅિંર્ૈહટ્વંી  આઇ.ટી.સી.ની રકમ કાઢી તેનું રિફંડ આપવામાં આવે છે.

૧ જુલાઈ, ૨૦૧૭ અગાઉની પરિસ્થિતિ

જે વ્યાપારી માલનું ઉત્પાદન કરતાં હોય, અને ઉત્પાદિત માલનો અમુક જથ્થો લોકલ બજારમાં વેચતા હોય અને અમુક જથ્થાનું એક્સ્પોર્ટ કરતા હોય તેમના માટે જી.એસ.ટી.નો કાયદો અમલી બન્યો તે અગાઉ સેનવેટ ક્રેડિટ રૃલ્સના નિયમ ૫ હેઠળ પણ આવી જ જોગવાઈ સરકાર દ્વારા કરવામાં આવી હતી. એક્સ્પોર્ટ માટે વપરાયેલા ઇનપુટ અને ઇનપુટ ર્સિવસની ઉપર ભરાયેલા એક્સાઇઝ ડયૂટી અને ર્સિવસ ટેક્સની ક્રેડિટના રિફંડ માટે સેનવેટના નિયમ ૫ હેઠળ પણ આવી જ ફોર્મ્યુલા આપવામાં આવી હતી. આ નિયમ અનુસાર એક્સ્પોર્ટમાં વપરાયેલ ઇનપુટ/ઇનપુટ ર્સિવસ અને તેના પર ભરાયેલ ડયૂટી/ટેક્સની રકમની ગણતરી એવરેજ અથવા પ્રપોર્શનેટ રીતે કરવામાં આવતી હતી, અને આ પ્રકારે ઁર્ર્િૅિંર્ૈહટ્વંી રકમની ગણતરી કરી તેનું રિફંડ આપવામાં આવતું હતું. સેનવેટના નિયમ ૫ અને સી.જી.એસ.ટી.ના નિયમ ૮૯ (૪) હેઠળની ફોર્મ્યુલા સમાન છે, અને આ ફોર્મ્યુલા પ્રમાણે ઁર્ર્િૅિંર્ૈહટ્વંી ક્રેડિટની રિફંડ માટે ગણતરી કરવાનો હેતુ અને કારણો પણ સમાન છે.

ફોર્મ્યુલાનો હેતુ અને પાયો

જ્યારે ઉત્પાદક માલનું વેચાણ લોકલ બજારમાં તથા એક્સ્પોર્ટ કરી વિદેશમાં પણ કરે છે, ત્યારે આ પ્રકારના માલના ઉત્પાદનમાં કોમન ઇનપુટ અને ઇનપુટ ર્સિવસનો ઉપયોગ થતો હોય છે. બંને પ્રકારના વેચાણ માટેનો ઉત્પાદિત માલ સરખો જ હોવાથી તેના ઉત્પાદનમાં વપરાયેલ ઇનપુટ/ઇનપુટ ર્સિવસનો જુદો જુદો હિસાબ રાખવાનું શક્ય નથી, અને કાયદામાં પણ દેશમાં વેચાણ થતાં માલના ઇનપુટ/ઇનપુટ ર્સિવસને અલગ રાખીને ઉપયોગ કરવાની અને નિકાસ કરવાના માલ માટેના ઇનપુટ/ઇનપુટ ર્સિવસને જુદા રાખી આ પ્રકારે બે રીતે વેચાણ થતાં માલનું ઉત્પાદન જુદું જુદું રાખવાની કોઈ જોગવાઈ નથી. આવા અનેક કારણોસર નિકાસ થતાં માલમાં વપરાતા ઇનપુટ/ઇનપુટ ર્સિવસનો હિસાબ એવરેજ અથવા ઇનપુટ-આઉટપુટના ટ્વિંર્ૈ પ્રમાણે રાખવામાં આવે છે, અને ઇનપુટ/ઇનપુટ ર્સિવસ તથા એક્સ્પોર્ટ કરવામાં આવતા માલની વચ્ચે સીધેસીધો હિસાબ અથવા વન-ટુ-વન કોરિલેશન શક્ય નથી. પરંતુ કલમ ૧૬ (૩) (એ) હેઠળ નિકાસ થતા માલમાં વપરાયેલ ઇનપુટના વ્યવહારોની ક્રેડિટનું જ રિફંડ આપવામાં આવે છે, તેથી નિકાસ થયેલા માલમાં વપરાયેલ ઇનપુટ/ઇનપુટ ર્સિવસની ગણતરી એવરેજ અથવા રેશિયો પ્રમાણે કરવી જરૃરી છે. આ ગણતરી કરવા માટે નિયમ ૮૯ (૪) હેઠળ ફોર્મ્યુલા આપવામાં આવેેલી છે અને આ જોગવાઈનો હેતુ એ છે કે નિકાસ થયેલા માલના ઉત્પાદનમાં એવરેજ અથવા ઉત્પાદનના રેશિયો અનુસાર જે ઇનપુટ/ઇનપુટ ર્સિવસનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેની ગણતરી કરી, તેને લગતી ઇનપુટ ટેક્સ ક્રેડિટનું રિફંડ આપવું. આ ફોર્મ્યુલા અનુસાર, જે વ્યાપારીઓ કોમન ઇનપુટ/ઇનપુટ ર્સિવસનો ઉપયોગ કરી માલનું ઉત્પાદન કરી માલનું લોકલ બજારમાં તથા એક્સ્પોર્ટની રીતે કરતા હોય, તેઓને પ્રપોર્શનેટ રીતે રિફંડ આપવાની જોગવાઈ છે, અને આ ફોર્મ્યુલા અનુસાર રિફંડ આપવાની પ્રથા જુલાઈ ૨૦૧૭થી ચાલી આવતી હતી. નિકાસનો વ્યાપાર કરનારા વ્યાપારીઓને પણ આ ફોર્મ્યુલા પ્રમાણે એવરેજ કે પ્રપોર્શનેટ રીતે આપવામાં આવતા રિફંડ બાબતે કોઈ અસંતોષ કે વિરોધ  ન હતો. પરંતુ જુલાઈ ૨૦૧૭થી ચાલતી આ વ્યવસ્થામાં હવે અધિકારીઓ દ્વારા તકલીફો અને વિવાદ ઊભા કરવામાં આવ્યા છે. આ ફોર્મ્યુલા પ્રમાણે એવરેજ કે રેશિયો અનુસાર ઇનપુટના વ્યવહારોના રિફંડ આપવાને બદલે અધિકારીઓએ વિવાદ ઊભો કર્યો છે કે વ્યાપારીઓને નિયમ ૮૯ (૪) હેઠળની ફોર્મ્યુલા પ્રમાણે રિફંડ આપવું નહીં, અને વ્યાપારીઓએ નિયમ ૮૯ (૪એ) અથવા ૮૯ (૪બી) હેઠળ રિફંડની અરજી કરી એક્સ્પોર્ટના માલમાં ખરેખર વપરાયેલ ઇનપુટ/ઇનપુટ ર્સિવસનો વન-ટુ-વન રેશિયો સાબિત કરી રિફંડ માગવું. પરિણામે એક્સ્પોર્ટના રિફંડને રામરામ કરી ધંધામાં નુકસાન સહન કરવાની પરિસ્થિતિ ઊભી થઈ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો