એક ખાતામાંથી ૧૦૦ કરોડથી વધુના વ્યવહારો કરનારા બેની સામે તપાસ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • એક ખાતામાંથી ૧૦૦ કરોડથી વધુના વ્યવહારો કરનારા બેની સામે તપાસ

એક ખાતામાંથી ૧૦૦ કરોડથી વધુના વ્યવહારો કરનારા બેની સામે તપાસ

 | 2:00 am IST
  • Share

ઉંઝા એપીએમસીમાં અનાજના વેપારમાં એક કરોડના ટર્ન ઓવર પર રૃ.૧૦ હજારના કમિશનની લાલચ આપી ઘાટલોડિયાના યુવકના ખાતામાં કરોડોનું ટ્રાન્ઝેકશન કરનાર સૂત્રધાર રૃતુલ પટેલ અને ઉદય મહેતા સામે પોલીસે તપાસ શરૃ કરી છે.

ભુયંગદેવમાં મહાવીરકૃપા સોસાયટીમાં રહેતાં ધારક જગદીશ પટેલ (ઉં,૩૦)એ ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં બે માસ અગાઉ પટેલ રૃતુલ મનુભાઈ અને ઉદય ચંદ્રેશ મહેતા વિરૃદ્ધ આક્ષેપ કરતી અરજી કરી હતી, જેના આધારે   ઘાટલોડિયા પોલીસે જૂદી જૂદી બેંકોના ડિટેઈલ સ્ટેટમેન્ટની વિગતો મંગાવીને તપાસ કરવાનો નિર્ણય લીધો છે. ધારક પટેલ ઉપરાંત અન્ય યુવકોના ખાતામાં પણ ૧૦૦-૧૦૦ કરોડથી વધુનું ટ્રાન્ઝેકશન થયાની વિગતો જાણવા મળતાં પોલીસે એ દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસમાં ખુલેલી વિગત મુજબ ઘારક પટેલના વિવિધ બેંક એકાઉન્ટમાં ૧૦૦ કરોડથી વધુની મતાનું ટ્રાન્ઝેકશન થયું છે. સમગ્ર મામલે આઈટી અને ઈડીને જાણ કરવામાં આવે તો મોટું હવાલા રેકેટ બહાર આવે તેમ હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આરોપીઓએ ઉંઝા એપીએમસીના બોગસ લાઈસન્સ કઢાવીને તે લાઈસંસ નંબર આધારે ધારક જેવા અનેક યુવકોના ખાતામાં કરોડો રૃપીયાની હેરાફેરી કરી છે.  ઘાટલોડીયા પીઆઈ વાય.આર.વાઘેલાએ જણાવ્યું હતું કે, કરોડો રૃપીયાની હેરાફેરી થયાની વિગતો જાણવા મળી છે. જેના પગલે અમે જૂદી જૂદી બેંકોના ડિટેઈલ સ્ટેટમેન્ટો મંગાવ્યા છે. આ સ્ટેટમેન્ટોના અભ્યાસ બાદ અન્ય કયા કયા યુવકોના ખાતામાં આ રીતે પૈસાની હેરાફેરી થઈ છે તે તપાસ કરવામાં આવશે. સંપુર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી માટે ઉચ્ચ સ્તરે મંજૂરી માંગવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો