એક ગુના માટે માત્ર એક જ ઉંમર કેદની સજા થઇ શકશે :સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો - Sandesh
  • Home
  • India
  • એક ગુના માટે માત્ર એક જ ઉંમર કેદની સજા થઇ શકશે :સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

એક ગુના માટે માત્ર એક જ ઉંમર કેદની સજા થઇ શકશે :સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

 | 6:03 pm IST

સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેઠક તરફથી મંગળવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોર્ટે કહ્યું કે, જો કોઇ વ્યક્તિને એક થી વધુ કેસમાં ઉંમર કેદની સજા મળી હશે તો તે તમામની સજા એક સાથે ચાલશે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે,એવી કોઇ પણ જોગવાઇ કરવામાં આવી નથી જેમાં દરેક ગુના માટે અલગ અલગ કેસ ચલાવવામાં આવે અને તેને અલગ અલગ ઉંમર કેદ આપવામાં આવે. તેથી હવે ગુનેગારને તમામ ગુના માટે એક જ સજા થશે.

આ સાથે જ સુપ્રીમ કોર્ટે સાફ કર્યું કે, દરેક એક વ્યક્તિ પાસે એક જ જીવન હોવાના કારણે તેને માત્ર એક જ વખત ઉંમર કેદની સજાનો આદેશ આપવો જોઇએ. તેને વધુ વખત આ સજા કરવી પણ યોગ્ય નથી. જો કે કોર્ટે સાફ કર્યું કે, જો કોઇને ઉંમર કેદની સાથે અન્ય કોઇ ઓછી સજા સંભળાવવામાં આવી હોય તો તેને પણ સાથે ચાલવું જરૂરી નથી. સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું કે, ચુકાદા આપનાર જ્જ પહેલા ઓછી સજા માટે આરોપીને જેલમાં રહેવા માટેનો આદેશ આપી શકે છે, જે પછી આરોપને ઉંમરકેદનો આદેશ આપી શકે છે.

આ ઘટનામાં હાલમાં ચાલી રહેલા તમિલનાડુના મુથૂરાલિંગમ સહિત તેના પરિવારના 16 સભ્યોના કેસના કારણે સામે આવ્યો છે. આ તમામને મુથૂરામલિંગમની પત્ની અને તેના 7 સંબંધીઓની હત્યાના મામલામાં 8 ઉંમરકેદની સજા આપવામાં આવી હતી. એટલે કે દરેક હત્યા માટે 1 ઉંમર કેદની સજા આપી હતી. આ ઉપરાંત દરેક પર હત્યાનો પ્રયત્ન કરવા બદલ 10-10 વર્ષની સજા સંભાળવી હતી. મદ્રાસ હાઇકોર્ટની મદુરાઇ બેન્ચે તમામ સજા સજા અલગ રીતે કાપવા માટે જણાવ્યું હતું.

સુપ્રીમ કોર્ટે આ મામલે સજા અંગે ખુલાસો કરતાં મુથૂરામલિંગમ અને અન્ય 15 દોષિતોને પહેલા 10 વર્ષની સજા કાપવી પડશે જે પછી તેમને ઉંમરકેદની સજા ભોગવવી પડશે . આ સાથે જ કોર્ટે જણાવ્યુંકે, ઉંમરકેદની સજા આપતાં સમયે જજ ઇચ્છે તો સમગ્ર જીવનકાળ માટે આરોપીને જેલમાં રહેવાનો આદેશ આપી શકે છે. તેમજ જો કોર્ટ ઇચ્છો તો સજાની અવધિ 14 વર્ષથી વધુ રાખી શકે છે.