'એક થી બેગમ-2' હિટ, 5 દિવસમાં 300 મિલિયન વાર સ્ટ્રીમ થઈ! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ‘એક થી બેગમ-2’ હિટ, 5 દિવસમાં 300 મિલિયન વાર સ્ટ્રીમ થઈ!

‘એક થી બેગમ-2’ હિટ, 5 દિવસમાં 300 મિલિયન વાર સ્ટ્રીમ થઈ!

 | 3:00 am IST
  • Share

અગાઉ એક ફ્રી ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થયેલી વેબ સીરિઝ ‘એક થી બેગમ’ની બીજી સિઝન આવી ગઈ છે. સત્યઘટના પર આધારિત આ સીરિઝે દેશભરના લાખો દર્શકોએ પસંદ કરી છે. આવું અમને નથી કહેતા પરંતુ આંકડાઓ કહે છે. મળતી વિગતો પ્રમાણે આ શો તેની એપ્લિકેશન અને પ્લેટફોર્મ પર ફક્ત પાંચ દિવસમાં 300 મિલિયન વાર સ્ટ્રીમ થયો છે, જે એક રેકોર્ડ છે. હિન્દી અને મરાઠી એમ બે ભાષાઓમાં રજૂ થયેલી આ સીરિઝ રેટિંગ મામલે પણ પાછળ નથી. આઈએમડીબી પર તેને 8.8નું રેટિંગ મળ્યું છે, એ રીતે તેને અન્ય સુપરહિટ વેબ સીરિઝો આશ્રમ, ભૌંકાલ, રક્તાંચલની હરોળમાં મૂકવામાં આવી છે. આ શોમાં અભિનેત્રી અનુજા સાઠેની એક્ટિંગને પણ વખાણવામાં આવી છે અને લોકો હવે માત્ર તેના ખાતર આ શો જોઈ રહ્યાં છે. સીરિઝમાં તે અશરફ ભાટકરનું પાત્ર ભજવી રહી છે, જે પોતાના પતિના મોતનો બદલો લેવા માટે એક આનંદી ગૃહિણીમાંથી એક ખતરનાક ગણતરીબાજ પાત્ર લીલા પાસવાનમાં પરિર્વિતત થઈ જાય છે, અને તેના કારણે અન્ડરવર્લ્ડ ડોન મકસૂદના ધંધાને મોટું નુકસાન થાય છે. આ શોની સફળતાથી ફરી એક વાર સાબિત થઈ ગયું છે કે દર્શકોને મોટા સ્ટાર્સ નહીં પરંતુ રસપ્રદ વાર્તા અને સામગ્રી પસંદ છે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો