એક ફૂટના બોન્સાઈ પ્લાન્ટ પર સફરજન કરતાંય મોટા લિંબુ ! - Sandesh
  • Home
  • Baroda
  • એક ફૂટના બોન્સાઈ પ્લાન્ટ પર સફરજન કરતાંય મોટા લિંબુ !

એક ફૂટના બોન્સાઈ પ્લાન્ટ પર સફરજન કરતાંય મોટા લિંબુ !

 | 3:47 am IST

બોન્સાઈ ક્ષેત્રે શહેરે દેશ-વિદેશમાં આગવી ઓળખ ઊભી કરી છે

બે દિવસીય પ્રદર્શનમાં ૧૪ બોન્સાઇ માસ્ટર્સ દ્વારા આગવી ટેકનિક્સ પ્રર્દિશત કરાઇ

 

ા વ.ડોદરા ા

કોઈ પ્રકૃતિ પ્રેમીએ વિશાળ અને ઘટાદાર વડલાની કૂંડામાં ક્યારેય કલ્પના પણ નહી કરી હોય. કૂંડામાં એક ફૂટના પ્લાન્ટ પર એક સફરજન કરતાય મોટા કદના લીંબૂ. બે ફૂટના વૃક્ષ ઉપર ચીકુના ઝૂંડે ઝૂડ નિહાળી શહેરના બોન્સાઈ અને પ્રકૃતિપ્રેમીઓ વાહ વાહ પોકારી ઉઠયાં હતા. પારસી અગિયારી મેદાન ખાતે આયોજીત બે દિવસીય બોન્સાઈ એક્ઝીબીશન અને વર્કશોપમાં એક એકથી ચઢીયાતા બોન્સાઈ પ્લાન્ટ્સ રજૂ કરાયા હતા.

બોન્સાઈ એ જાપાનીસ શબ્દ છે. બોન એટલે નાનકડું અને સાઈ એટલે વૃક્ષ. નાના કૂંડામાં મોટા વિશાળકાય વૃક્ષની કલ્પના એટલે જાપાનીસ બોન્સાઈ આર્ટ. છેલ્લા કેટલાક વર્ષોથી દેશભરના પ્રકૃતિપ્રેમીઓમાં તે ખૂબ પ્રિય બની છે.

દેશ – પરદેશના ફળ, ફુલ પાનના નાના-નાના સુંદર કુદરતના ખોળે મેદાનોમાં, પર્વતો પર નદી- દરીયા કિનારે જોવા મળતા અવનવા ઘટાદાર આકર્ષક બોન્સાઇ પ્લાન્ટસનું પ્રદર્શન યોજાયું છે. એક્ઝીબીશનના આજના પહેલાં દિવસે મોટી સંખ્યામાં શહેરના પ્રકૃતિપ્રેમીઓ અને વૃક્ષપ્રેમીઓએ એક્ઝીબીશનમાં રજૂ કરાયેલા બોન્સાઈ પ્લાન્ટ્સ નિહાળવાનો લ્હાવો મેળવ્યો હતો.

શહેરમાં ૮ થી ૧૦ જેટલાં ટ્રેઈન્ડ બાન્સાઈ આર્ટીસ્ટ્સ્ છે. બનીયન બોન્સાઇ કલબ વડોદરામાં છેલ્લા ૧૨ વર્ષથી કાર્યરત છે. જેમાં હાલ ૨૦૦થી વધુ સક્રિય બોન્સાઇ આર્ટીસ્ટો છે. કલબમાં દર મહિને નિયમિત યોજાતા વર્કશોપનો લાભ નવા બોન્સાઇ આર્ટીસ્ટને મળે છે. તેના જ કારણે આજે વડોદરાએ માત્ર ગુજરાતમાં જ નહિં પણ દેશ – પરદેશમાં પોતાની આગવી પ્રતિષ્ઠા ઉભી કરી છે. દેશમાં બેંગ્લોર અને હૈદ્રાબાદ પછી વડોદરાની બોન્સાઈ ક્ષેત્રે ગણના થાય છે.

ઉલ્લેખનિય છે કે, ૨૦૧૨ તથા ૨૦૧૫માં કલબ દ્વારા રાષ્ટ્રીય કન્વેશનનુ આયોજન કર્યું હતું. જેમાં જુદા જુદા ૧૪ દેશોના બોન્સાઇ માસ્ટર્સ દ્વારા તેમની આગવી ટેકનિક્સ પ્રર્દિશત કરાઇ હતી. દેશભરના ૫૦૦થી વધુ આવેલા બોન્સાઇ આર્ટીસ્ટે ભાગ લીધો હતો.

બોન્સાઈમાં મેન્ટેનન્સ નથી, તેની કાળજી લેવાની જરૃર

બોન્સાઈ એ કુદરતમાં જોવા મળતાં વિશાળ વૃક્ષોને નાનુ વામન સ્વરૃપ આપવાની જાપાનીઝ કળા છે.  બોન્સાઈમાં કોઈ મેન્ટેનન્સ નથી. માત્ર તેની યોગ્યતમ કાળજી લેવાની જરૃર હોય છે. તે માટે નિયમિત ડીઝાઈનીગ, કટીંગ અને ફર્ટીલાઈઝર જરૃરી છે. તે ઓછા બજેટમાં પણ થઈ શકે છે. તેની માટે કીમતી કે આકર્ષક કૂંડા લેવાની જરૃર નથી. સાદા માટીના કૂંડામા પણ તે થઈ શકે. એટલુંજ નહીં, આ કળા જો હસ્તગત કરી લેવાય તો તે સારી આવક અને સારા વ્યવસાયનું સાધન પણ બની શકે છે.              – ચંદા અગ્રવાલ, ફાઉન્ડર પ્રેસિડેન્ટ, બનયન બોન્સાઈ કલબ

;