એન્ડી મરે રિયોની તૈયારી માટે રોજર્સ કપમાંથી ખસી ગયો - Sandesh
  • Home
  • Sports
  • એન્ડી મરે રિયોની તૈયારી માટે રોજર્સ કપમાંથી ખસી ગયો

એન્ડી મરે રિયોની તૈયારી માટે રોજર્સ કપમાંથી ખસી ગયો

 | 3:58 am IST

લંડન, તા. ૧૯ 

વિમ્બલ્ડન ચેમ્પિયન બ્રિટનના એન્ડી મરે રિયો ઓલિમ્પિક પહેલાં આરામ માટે ટોરેન્ટોમાં શરૂ થઈ રહેલા રોજર્સ કપમાંથી ખસી ગયો છે. એન્ડી મરેએ ગત વર્ષે ત્રીજું રોજર્સ કપનું ટાઇટલ જીત્યું હતું. એન્ડી મરેએ આ અંગે કહ્યું કે, છેલ્લી પાંચ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હોવાને કારણે તે ઘણો થાકી ગયો છે અને રિયો ઓલિમ્પિક પહેલાં આરામ કરવા માગતો હતો જેને કારણે નામ પરત ખેંચ્યું છે. એન્ડી મરે વર્ષ ૨૦૦૬થી રોજર્સ કપમાં ભાગ લઈ રહ્યો હતો તે પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. રોજર્સ કપ ૨૩થી ૩૧ જુલાઈ દરમિયાન યોજાશે જ્યારે રિયો ઓલિમ્પિકમાં ટેનિસની રમત છથી ૧૪ ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે. અગાઉ એન્ડી મરે ડેવિસ કપમાં ર્સિબયા સામેના ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાંથી પણ ખસી ગયો હતો.