એન્ડી મરે રિયોની તૈયારી માટે રોજર્સ કપને કહ્યું બાય-બાય - Sandesh
  • Home
  • Sports
  • એન્ડી મરે રિયોની તૈયારી માટે રોજર્સ કપને કહ્યું બાય-બાય

એન્ડી મરે રિયોની તૈયારી માટે રોજર્સ કપને કહ્યું બાય-બાય

 | 8:05 pm IST

વિમ્બલ્ડન ચેમ્પિયન બ્રિટનના એન્ડી મરે રિયો ઓલિમ્પિક પહેલાં આરામ માટે ટોરેન્ટોમાં શરૂ થઈ રહેલા રોજર્સ કપમાંથી ખસી ગયો છે. એન્ડી મરેએ ગત વર્ષે ત્રીજું રોજર્સ કપનું ટાઇટલ જીત્યું હતું. એન્ડી મરેએ આ અંગે કહ્યું કે, છેલ્લી પાંચ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યો હોવાને કારણે તે ઘણો થાકી ગયો છે.

એન્ડિ મરેએ જણાવ્યું કે,  રિયો ઓલિમ્પિક પહેલાં આરામ કરવા માગતો હતો જેને કારણે નામ પરત ખેંચ્યું છે. એન્ડી મરે વર્ષ ૨૦૦૬થી રોજર્સ કપમાં ભાગ લઈ રહ્યો હતો તે પ્રથમ વખત આ ટૂર્નામેન્ટમાંથી ખસી ગયો છે. રોજર્સ કપ ૨૩થી ૩૧ જુલાઈ દરમિયાન યોજાશે જ્યારે રિયો ઓલિમ્પિકમાં ટેનિસની રમત છથી ૧૪ ઓગસ્ટ દરમિયાન યોજાનાર છે.