એમએલએ સીમાબેનની એન્ટ્રીથી ગરબાનું રાજકારણ ગરમાયું - Sandesh
  • Home
  • Baroda
  • એમએલએ સીમાબેનની એન્ટ્રીથી ગરબાનું રાજકારણ ગરમાયું

એમએલએ સીમાબેનની એન્ટ્રીથી ગરબાનું રાજકારણ ગરમાયું

 | 3:45 am IST

 

પીએમઓ માં છું તેવું કહેનાર શખસની ભેદી ભૂમિકા

વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના ગરબા હવે કલાલીમાં થશે

 

ા વડોદરા ા

અકોટાના ભાજપના ધારાસભ્ય સીમાબેન મોહિલેએ એન્ટ્રી મારતા જ વડોદરાના ગરબા જગતનુ આંતરીક રાજકારણ ગરમાયુ છે. કલાનગરી ગરબા મહોત્સવના બેનર હેઠળ સીમાબેને જે ગરબાનુ આયોજન કર્યુ છે તેમાં પોતે ઁસ્ર્ં સાથે સંકળાયેલા હોવાનુ કહેતા અમદાવાદના એક શખ્શ મુખ્ય ખેલાડી હોવાની ચર્ચા છે.

નવલખી મેદાન નવરાત્રીના આયોજન માટે જાણીતુ છે. એવામાં બે વર્ષથી અમીત ભટનાગર, સુમીત ભટનાગર, મયંક પટેલ સહિતના ઉદ્યોગપતિ દ્વારા ત્યાં વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના બેનર હેઠળ ગરબા કરાવાતા હતા. દરમિયાન અમીત અને સુમીત ભટનાગર બંધુ જેલના સળીયા પાછળ ધકેલાતાં તેનો રાજકારણની એક લોબીએ તેનો લાભ લીધો હતો. વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના આયોજકોને દમ મારીને અને તેમને હાંસીયા ધકેલીને નવલખી મેદાન લઈ લીધુ હતું અને ત્યાં કલાનગરી ગરબા મહોત્સવનુ આયોજન કર્યું હતુ. આમ તો કલાનગરી ગરબા મહોત્સવના મેન્ટોર તરીકે અકોટાના ધારાસભ્ય સીમાબેન મોહિલે છે, પરંતુ પડદા પાછળ મુખ્ય ખેલાડી અમદાવાદની વ્યક્તિ હોવાની ચર્ચા છે. કમ્પ્યુટર ક્ષેત્રે કલ્સલ્ટીંગનો વ્યવસાય કરનાર આ શખ્શ પોતે પીએમઓ સાથે સંકળાયેલા હોવાનુ કહેતા ફરે છે.   નવલખી મેદાન ન મળતાં વડોદરા નવરાત્રી ફેસ્ટીવલના આયોજક મયંક પટેલે એમ.એસ.યુનિર્વિસટી પાસે પેવેલિયનની માગણી કરી હતી. જો કે સિન્ડીકેટે મેદાન આપી દીધુ હતુ, પરંતુ વિરોધ થતાં મયંક પટેલે તે પેવેલિયનમાં ગરબા પડતા મુક્યા હતા. હવે મયંક પટેલ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલના બેનર હેઠળ કલાલી ટ્રાન્સપેક કંપનીથી અટલાદરા તરફ જવાના રોડ પર આવેલા વિશાળ પ્લોટમાં ગરબાનુ આયોજન કરતા હોવાની વિગતો સાપડી છે. સીમાબેનને લોકસભા લડાવીશું ઃ ગરબા આયોજકો

એવી પણ ચર્ચા ચાલે છે કે, કલાનગરી ગરબા મહોત્સવના બેનર હેઠળ ગરબા મહોત્સવમાં સફળતા મળે તો ધારાસભ્યને સીમાબેનને સાંસદ બનાવવા લોકસભાની ટિકિટની માગણી કરાશે. આ પ્રકારની વાતો ગરબા સાથે સંકળાયેલા લોકો કરતા થઈ જતાં કલાનગરી ગરબા મહોત્સવની ચર્ચા શહેરના રાજકારણમાં પણ થવા લાગી છે.

પોલીસે ગરબાના આયોજનમાંથી હાથ ખંખેર્યા

કેટલાક વર્ષથી વડોદરા નવરાત્રી ફેસ્ટીવલ સાથે સંકલનમાં રહીને નવરાત્રી મહોત્સવમાં ભાગ લેતી પોલીસે આ વર્ષે હાથ ખંખેર્યા છે. પોલીસ કમિ. અનુપમસિંઘે પ્રતિક્રિયા આપી છે કે, આ વર્ષે નવરાત્રીના આયોજન માટે સમય ઓછો મળ્યો હતો. આ વર્ષે પોલીસ એક ગરબા માટે નથી પરંતુ વડોદરા શહેરમાં સામુહિક રીતે ઉજવાતા તમામ ગરબા માટે છે.

;