એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની શક્યતાઓ નહિંવત્   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની શક્યતાઓ નહિંવત્  

એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાવાની શક્યતાઓ નહિંવત્  

 | 3:04 am IST

 

પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થતા ચૂંટણી યોજી શકાય તેમ નથી

દર વર્ષે સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાનાં પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાય છે

 

ા વડોદરા ા

એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી સામાન્ય રીતે સપ્ટેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં યોજાતી હોય છે. પરંતુ ગતવર્ષે કોરોના મહામારીના કારણે તે યોજાઇ શકી ન હતી. ત્યારે આ વર્ષે પણ હજી પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ ન થઇ હોવાથી ચૂંટણી યોજાવાની શક્યતા નહિવત્ છે. જોકે, વિદ્યાર્થીઓમાં પણ ચૂંટણીને લઇ કોઇ ઉત્સાહ જોવા મળી રહ્યો નથી.

એમએસ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણી આ વર્ષે પણ યોજાઇ નહીં તેવી શક્યતાઓ ઊભી થઇ છે. સામાન્ય રીતે દરવર્ષે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહમાં ચૂંટણી યોજાતી હોય છે. જે પહેલા પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ જતી હોય છે. પરંતુ ગતવર્ષે કોરોના મહામારીને ફેલાતી અટકાવવા માટે લાગુ કરવામાં આવેલા લોકડાઉનના કારણે ચૂંટણી યોજી શકાઇ ન હતી. ત્યારે આવર્ષે પણ ચૂંટણી ન યોજાય તેવી શક્યતા દેખાઇ રહી છે.

યુનિ.માં પ્રથમ વર્ષની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ શકી નથી. જે સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં પૂર્ણ થાય તેમ છે. એટલું જ નહીં એસીપીસી દ્વારા પણ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઇ નથી. જેથી વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા બાકી હોય ચૂંટણી યોજી શકાય તેમ નથી. બીજી તરફ ગતવર્ષે ચૂંટણી યોજાઇ ન હતી અને આ વર્ષે યોજી શકાય તેવી શક્યતાઓ નહીવત્ હોવાથી વિદ્યાર્થી સંગઠનો પણ નિષ્ક્રીય જેવા થઇ ગયા છે. કેટલાક સંગઠનોના વિદ્યાર્થી નેતાઓ તો ફેકલ્ટીમાં દેખાતા પણ નથી. તો બીજી તરફ વિદ્યાર્થીઓના પ્રશ્નને લઇ સંગઠનો દ્વારા થતી રજૂઆતો પણ ઘણી જ ઓછી થઇ ગઇ છે.   ત્યારે યુનિ. રજિસ્ટ્રાર ડો. કે. એમ. ચુડાસમાએ જણાવ્યંુ હતું કે, સામાન્ય રીતે ૧૫મી સપ્ટેમ્બર પહેલા વિદ્યાર્થી સંઘની ચૂંટણી યોજાતી હોય છે. જે પહેલા પ્રવેશ પ્રક્રિયા પણ પૂર્ણ થઇ જતી હોય છે. પરંતુ આવર્ષે હજી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે. જેથી ચૂંટણી યોજવી મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;